Home /News /gujarat /

રાજ્યમાં કોરોનાથી વકરેલી સ્થિતિના કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું હાઈકોર્ટનું તારણ

રાજ્યમાં કોરોનાથી વકરેલી સ્થિતિના કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું હાઈકોર્ટનું તારણ

રાજ્યમાં કોરોના વકરેલી સ્થિતિના કારણે ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ હોવાનું હાઈકોર્ટનું તારણ

રાજ્યમાં કોરોનાના વધતા આંકડા, ઈન્જેકશનની અછત, હોસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને હાઈકોર્ટે સુઓમોટો જાહેર હીતની અરજી ગણી, આવતીકાલે સોમવારે ચીફ જસ્ટીસના વડપણવાળી બેંચ આ મામલે સુનાવણી કરશે

  અમદાવાદ : રાજ્યમાં કોરોનાના વધતા આંકડા, ઈન્જેકશનની અછત, હોસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને હાઈકોર્ટે સુઓમોટો જાહેર હીતની અરજી ગણી આ કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવાનો આદેશ. રાજ્યમાં કોવિડ-19 મેનેજમેન્ટમાં સરકારની કામગીર પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે. આવતીકાલે સોમવારે ચીફ જસ્ટીસના વડપણવાળી બેંચ આ મામલે સુનાવણી કરશે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિગંભીર હોવાનું હાઇકોર્ટનું તારણ છે.

  આ PIL સંબંધે હાઈકોર્ટે ગુજરાતના મુખ્ય સચિવ, રાજ્યના આરોગ્ય અગ્રસચિવ તથા કેન્દ્રીય ગૃહસચિવ તથા કેન્દ્રીય આરોગ્ય સચિવને નોટિસ પાઠવીને તેમને પ્રતિવાદી બનાવ્યા છે. આવતીકાલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ તથા જસ્ટિસ ભાર્ગવ ડી કારિયાની બેન્ચ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરશે.

  આ પણ વાંચો - અમદાવાદ : પડ્યા પર પાટું, કોરોનાની સારવાર માટે આપવામાં આવતા ટોસિલિજુમેબ ઈન્જેક્શનની પણ અછત

  આ અંગે હાઈકોર્ટે નોંધ્યું હતું કે, છેલ્લા પાંચ-છ દિવસથી અખબારોમાં રાજ્યની વણસેલી આરોગ્યની સ્થિતિ વિશે પાનેપાનાં ભરીને સમાચારો આવે છે. આ સમાચારો રાજ્યની ગંભીર સ્થિતિ તરફ ઈશારો કરે છે જેને અવગણી ન શકાય અને હવે કોર્ટે હસ્તક્ષેપ કરવાનો સમય પાકી ગયો છે. ગુજરાત રાજ્ય હવે મેડિકલ કટોકટીના આરે ઊભું છે અને જલ્દી કોઈ અસરકારક પગલાં નહીં લેવાય તો સ્થિતિ કાબૂ બહાર જતી રહેશે.

  રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 5469 કેસ નોંધાયા છે. જેની સામે 2976 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 54 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.69 ટકા છે. અત્યાર સુધીમાં 80,55,986 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 10,67,733 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 2,20,994 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Coronavirus, કોરોના, ગુજરાત, ગુજરાત હાઇકોર્ટ, હાઇકોર્ટ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन