ગુજરાત હાઇકોર્ટે વીમા કંપનીનો ઉધડો લીધો, અઢી વર્ષનો સમય વીત્યો છતાં પાક વીમો કેમ નથી ચૂકવાયો?


Updated: February 19, 2020, 7:08 PM IST
ગુજરાત હાઇકોર્ટે વીમા કંપનીનો ઉધડો લીધો, અઢી વર્ષનો સમય વીત્યો છતાં પાક વીમો કેમ નથી ચૂકવાયો?
ગુજરાત હાઇકોર્ટે વીમા કંપનીનો ઉધડો લીધો, અઢી વર્ષનો સમય વીત્યો છતાં પાક વીમો કેમ નથી ચૂકવાયો?

2017માં ખરીફ પાકને થયેલા નુકશાનનો વીમો લીધો હોવા છતાં વળતર નહીં ચૂકવાતા હાઇકોર્ટમાં અરજી થઇ હતી

  • Share this:
અમદાવાદ : સુરેન્દ્રનગર પાક વીમા મામલે વીમા કંપનીનો ગુજરાત હાઇકોર્ટે ઉધડો લેતા પ્રશ્ન કર્યો હતો કે અઢી વર્ષનો સમય વીત્યો છતાં પાક વીમો કેમ નથી ચૂકવાયો? આવતીકાલે વીમા કંપનીના મુખ્ય અધિકારીને હાઇકોર્ટમાં હાજર રહેવા મૌખિક આદેશ આપ્યો છે તથા ગુજરાત સરકારને પાક વીમાના પ્રીમિયમની ચૂકવાયેલી કુલ રકમ તેમજ પાક વીમાની તમામ માહિતી આવતીકાલે કોર્ટમાં રજૂ કરવા નિર્દેશ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2017માં ખરીફ પાકને થયેલા નુકસાનનો વીમો લીધો હોવા છતાં વળતર નહીં ચૂકવાતા હાઇકોર્ટમાં અરજી થઇ હતી.

સુરેન્દ્રનગરમાં પાકને થયેલા નુકસાન મામલે હાઇકોર્ટમાં થયેલી અરજીને મામલે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ માત્ર 4 ખેડૂતોને વળતર ચૂકવાયું હતું. ખેડૂતોને એક્સ ગ્રેશિયા પેમેન્ટનો ડ્રાફ્ટ કોર્ટમાં રજૂ કરાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને થયેલા પાકના નુકશાન બાબતે ખેડૂતોને વળતર ચૂકવાયુ ન હતું. ત્યારે રાજ્ય સરકારના દબાણ બાદ વીમા કંપનીઓએ હાલ એડહોક પેમેન્ટના ડ્રાફ્ટ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. સાથે જે પણ ખેડુતોએ વીમાના પ્રીમિયમ ભર્યા હોય પણ વળતરના મળ્યા હોય તેમના મુદ્દે યોગ્ય રેકોર્ડ જોઈને વળતર આપવાની તૈયારી દર્શાવી હતી.

આ પણ વાંચો - સરકારે લાખો ખેડૂતોને રાહત આપી, કૃષિ ધિરાણ પર પાક વીમો લેવો ફરજિયાત નહીં

સુરેન્દ્રનગરના અમુક ખેડુતોએ કરેલી અરજીમાં સરકારના અને કોર્ટના વલણ બાદ વીમા કંપનીએ આ નિર્ણય લીધો હતો. જેથી આગામી સમયમાં ખેડૂતોને વળતર મળવાનો માર્ગ મોકળો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પાક વીમાં કંપનીઓની મનમાની સામે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. હાઇકોર્ટે પાક વીમા કંપનીઓની ઝાટકણી કાઢી હતી. 2017-18માં ખેડૂતોને પાકવીમાનું વળતર હજુ સુધી નથી ચુકવાયુ. એટલુ જ નહી પરંતુ SBI જનરલ વીમા કંપનીએ તો વળતર આપવાની પણ ના પાડી દીધી છે.

ખેડૂતોએ વીમાના વળતર માટેની માંગ કરી હતી. વર્ષ 2017-18માં ખેડૂતોને નુકસાન થયું હતું. SBI જનરલ વીમા કંપનીએ વળતર આપવાની ના પાડી હતી. રાજ્ય સરકારે હાઇકોર્ટમાં એફિડેવિટ કરી હતી. કોર્ટે વીમા કંપનીને એફિડેવિટ કરવા આદેશ કર્યો હતો. ગુજરાતમાં વીમા કંપનીઓ સરકારને પણ ગાંઠતી નથી. સરકાર ગમે તે કહે પરંતુ વીમા કંપની તો પોતાની મનમાની કરવામાં મગન છે. દર વર્ષે કમોસમી વરસાદ અને વાવાઝોડાને પગલે જગતના તાત ખેડૂતને નુકસાન થાય છે ત્યારે સરકાર પાક વીમાને નામે જાણે લોલીપોપ આપી ખેડૂતોને બંધ કરી દેવાની કવાયત કરતી હોય તેવો ઘાટ ઘડાયો છે. ખુદ સરકારને વારંવાર રજૂઆત કર્યા બાદ આ મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો.
First published: February 19, 2020, 7:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading