Home /News /gujarat /

રાજ્યમાં 10 હજારથી વધારે ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન?

રાજ્યમાં 10 હજારથી વધારે ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન?

રાજ્યની 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણીની (Gram Panchayat Election Date)તારીખો જાહેર કરી દેવામાં આવી (પ્રતિકાત્મક તસવીર)

Gujarat Gram Panchayat Election Date- ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે, આચારસંહિતા પણ લાગુ થઇ ગઈ

    ગાંધીનગર : રાજ્યની 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણીની (Gram Panchayat Election Date)તારીખો જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણીપંચે (State Election Commission)જાહેરાત કરી હતી કે 10,879 ગામોમાં ચૂંટણી (Gram Panchayat Election)માટે 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન (Voting from ballot paper)થશે અને 21 ડિસેમ્બરના મતગણતરી કરવામાં આવશે. આ ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે.

    આચારસંહિતા લાગુ

    રાજ્યમાં કુલ 10882 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની તારીખો જાહેરાત થતાં જ આજથી આચારસંહિતા પણ લાગુ થઇ ગઈ છે. જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ 29 નવેમ્બર છે એટલે કે ઉમેદવારો આ તારીખથી પોતાની દાવેદારી પત્રક ભરી શકશે. 4 ડિસેમ્બર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે જે બાદ 6 ડિસેમ્બર ફોર્મ ચેકિંગ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ 7 ડિસેમ્બર છે. 19 ડિસેમ્બરે ચૂંટણીનું મતદાન થશે અને જો જરુર પડે તો 20 ડિસેમ્બરે પુનઃ મતદાન પણ યોજાઇ શકે છે.

    આ પણ વાંચો - અમદાવાદ : યુવક અને યુવતી ભાગી ગયા પરંતુ જેલ જવાનો વારો આવ્યો પોલીસ કર્મીને

    સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી લોકો મતદાન કરી શકશે. જે બાદ 21 ડિસેમ્બરે મત ગણતરી યોજાશે. 24 તારીખે ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં નોટાનો પણ ઉપયોગ કરી શકાશે.

    બેલેટ પેપરથી થશે મતદાન

    ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બેઠકો પ્રમાણે EVM મશીન વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે અને ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારનું આયોજન હાથ ધરી દેવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

    આ પણ વાંચો - મહત્ત્વનો નિર્ણય: ધો. 10ના બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ ધો. 11માં લઇ શકશે બી ગ્રુપ

    ભાજપની તૈયારી જોરમાં

    ગ્રામ પંચાયતોની આ ચૂંટણી માટે ભાજપ સરકાર અને સંગઠને તૈયારી શરૂ કરી દીધી છે, પણ વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ સંગઠનની રચનામાં અટવાયેલા છે. કોંગ્રેસમાં તો હજુ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પણ જાહેર કરવામાં આવ્યા નથી. ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી હોવા છતાં કોંગ્રેસમાં હજુ સંગઠનની નવી ટીમ બની નથી. પરિણામે ગુજરાત કોંગ્રેસ હજુ પણ વેરવિખર છે. જેની સાથે ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી લેનારી આમ આદમી પાર્ટી પણ હજુ કોઈ ચોક્કસ વ્યૂહરચના વિના આગળ વધી રહી હોવાનું જણાઇ રહ્યું છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Gram Panchayat Election, Gujarat Gram Panchayat Election, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन