Home /News /gujarat /રાજ્યની 220 ઔદ્યોગિક વસાહતોના અનઅધિકૃત બાંધકામને સરકાર અધિકૃત કરશે, જાણો તમામ માહિતી
રાજ્યની 220 ઔદ્યોગિક વસાહતોના અનઅધિકૃત બાંધકામને સરકાર અધિકૃત કરશે, જાણો તમામ માહિતી
ગુજરાત સરકારે રાજ્યની ઔદ્યોગિક વસાહતમાં અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં અનઅધિકૃત બાંધકામને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે રાજ્યની ઔદ્યોગિક વસાહતમાં અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં અનઅધિકૃત બાંધકામને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યની ઔદ્યોગિક વસાહતમાં અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે મહત્વની બેઠક બોલાવી હતી. ઔદ્યોગિક વસાહતના આશ્વાસન સાથે રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, હર્ષ સંઘવી અને જગદીશ પંચાલે બેઠક કરી હતી. આ બેઠકમાં ઔદ્યોગિક વસાહતોમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા અંગેની નીતિ અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતની વાત કરવામાં આવે તો વર્ષ 1962માં જીઆઇડીસીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ગુજરાત રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં જીઆઇડીસીનો મહત્વનો ફાળો રહેલો છે. આજે ગુજરાત રાજ્ય કેમિકલ, પેટ્રોકેમિકલ, ઓટો ફાર્માસ્યૂટિકલ, એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ અને જ્વેલરી જેવા ઉદ્યોગોમાં બીજા રાજ્યોની સરખામણીમાં આગળ છે.
જીઆઇડીસીમાં ચાલી રહેલા સૂક્ષ્મ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સ્થાપવા માટે ઉદ્યોગ સાહસિકો અને પુરસ્કારની તકો પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે. ગુજરાતમાં હાલ 220 કરતાં વધુ ઔદ્યોગિક વસાહતો આવેલી છે. તેમાં 70,000થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે. રાજ્યમાં ઔદ્યોગિક વિકાસના હેતુથી જીઆઇડીસીની રચના કરવામાં આવી હતી, પરંતુ ઝડપી ઔદ્યોગિક વિકાસના કારણે જીઆઇડીસી વસાહતમાં અનઅધિકૃત બાંધકામો બનાવવામાં વધારો થયેલો. આ પ્રકારના બાંધકામોને દૂર કરવાથી આર્થિક પ્રવૃત્તિ રોજગારી સંલગ્ન રોકાણ ઉપરાંત નકારાત્મક અસર થવા પામી છે.
ત્યારે આ બાબતોને ધ્યાનમાં લઈ જીઆઇડીસી દ્વારા અને અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાની નીતિ અમલમાં લાવવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત જીઆઇડીસીમાં કોઈ ઔદ્યોગિક એકમને પ્લોટમાં 50 ચોરસ મીટર સુધીનો અને અધિકૃત બાંધકામ કરેલું હશે તો તેમને 3000 રૂપિયા ભરી અને તે બાંધકામને અધિકૃત કરી શકશે. જો કોઈએ 100 મીટર સુધીનું અને અધિકૃત બાંધકામ કરેલું હશે તો તેમને 6000 રૂપિયા ભરી અને અધિકૃત બાંધકામ તરીકેની મંજૂરી મેળવી શકશે. તે જ રીતે જો કોઈએ 200 મીટર સુધીનું અનઅધિકૃત બાંધકામ કરેલું હશે તો તેમને 12 હજાર રૂપિયા ભરી અને અધિકૃત બાંધકામની મંજૂરી મેળવી શકશે. તે જ રીતે જો કોઈ 300 ચોરસ મીટરનું અને અધિકૃત બાંધકામ કરેલું હશે તો તેમને 18000 રૂપિયા ભરી અને બાંધકામને અધિકૃત કરવાનું રહેશે.
આ ઉપરાંત જો ત્રણ 300 ચોરસ મીટરથી વધુ બાંધકામ અનઅધિકૃત રીતે થયેલું હશે તો તેને અધિકૃત કરવાનું હોય તો 18000 રૂપિયા ઉપરાંત પ્રતિ ચોરસ મીટરે 150 રૂપિયા પણ ભરવાના રહેશે. ઉદ્યોગ વિભાગ દ્વારા આ દર જે નક્કી કરવામાં આવેલા છે તે દર માત્ર ઔદ્યોગિક વસાહતો ની અંદર રહેતા માટે માટે રહેશે. જ્યારે રહેઠાણ ઉપરાંતના બીજા વપરાશ માટે બે ગણાદરની ફાળવણી કરવાની રહેશે. આ નીતિ અંતર્ગત રહેઠાણ તથા વાણિજ્ય વપરાશ માટે કોમર્શિયલ પ્લોટમાં જમીન વપરાશના 50% સુધીનું બાંધકામ નિયમિત કરવામાં આવશે. આ નીતિ અંતર્ગત વપરાશમાં ફેરફાર તથા મકાનની વધારાની ઊંચાઈ નિયમિત કરવાની જોગવાઈ રાખવામાં આવી નથી. તેથી ખૂટતા પાર્કિંગ માટે જે તે વસાહતના ફાળવણી ડરના 15 ટકા તથા રહેણાંક સિવાયના અન્ય વપરાશ માટે ફાળવણીદારના 30%નો દંડ વસૂલવામાં આવશે.
રહેણાંક તથા વાણિજ્ય વપરાશ માટે cgdcr 2017ના ડી નાઇન વર્ગ મુજબ મહત્તમ fsiથી 50% વધારે તથા ઔદ્યોગિક વપરાશ માટે 33% વધારે એફએસઆઇ નિયમિત કરવાની જોગવાઈ રાખવામાં આવી છે. આ જોગવાઈઓ જોખમી અને હાનિકારક ઉદ્યોગોને લાગુ પડશે નહીં તથા પ્લોટની બહાર કરવામાં આવેલા કોઈ બાંધકામને નિયત કરવામાં આવશે નહીં. આ નિર્ણયથી રાજ્ય સરકારની આવકમાં પણ મોટો વધારો થશે તેવું ઉદ્યોગ મંત્રી માનવું છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર