NDA-2ના 100 દિવસ : રાજ્યની પાલિકાઓ દ્વારા સપ્ટેમ્બર માસમાં બુધ-શુક્રવારે હેલ્થ કેમ્પ યોજાશે

કેન્દ્ર સરકારના 100 દિવસ પૂર્ણ થવાના અવસરે (100 Days Of NDA-2)રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનના સ્વ-સહાય જૂથના સભ્યોને આવરી લઇ હેલ્થકાર્ડ (Health Card) અપાશે

News18 Gujarati
Updated: September 11, 2019, 2:49 PM IST
NDA-2ના 100 દિવસ : રાજ્યની પાલિકાઓ દ્વારા સપ્ટેમ્બર માસમાં બુધ-શુક્રવારે હેલ્થ કેમ્પ યોજાશે
મોદી સરકારની કૅબિનેટની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: September 11, 2019, 2:49 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના 100  દિવસ (100 Days Of NDA-2)  સમાપ્ત થવાના અવસરે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં સ્વાસ્થ્યને લગતાં કાર્યક્રમો મહાનગરપાલિકાઓ (Municipal corporation) દ્વારા યોજવામાં આવશે. રાજયમાં સપ્ટેમ્બર મહિનામાં સરકારના દિવસ અંતર્ગત હેલ્થ કેમ્પ (health Camp) યોજાશે તેમજ શહેરી આજીવિકા મિશનના  સ્વ સહાય જૂથના સભ્યોને આવરી હેલ્થકાર્ડ (Health Card) અપાશે.

કેન્દ્ર સરકારને 100 દિવસ પૂરા થવા જઇ રહ્યા છે. આયુષમાન ભારત - પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાના લાભો જરૂરિયાતમંદોને મળી રહે તે માટે કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા સ્વસ્થ એસ.એચ.જી. પરિવાર ઝૂંબેશ ઓકટોબર 2019 સુધી ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં સપ્ટેમ્બર માસના પ્રતિ બુધવાર અને શુક્રવારના રોજ હેલ્થ કેમ્પ યોજવામાં આવશે. જેમાં પાત્રતા ધરાવતા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનના સ્વ સહાય જૂથના સભ્યોને આવરી લેવાશે, એમ ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશનની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો : સંતો મોરારિબાપુની માફી નહીં માંગે તો અમે ઉપવાસ પર ઉતરીશું : ડો.રામેશ્વરબાપુ

આયુષમાન ભારત - પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાના લાભો જરૂરિયાતમંદોને મળે તે માટે મિશન ડાયરેકટર  એચ.સી.મોદી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સ્ટેટ કો-ઓર્ડિનેટર ડૉ.નીતેશ શાહના સાથે યોજાયેલ સંયુકત બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સપ્ટેમ્બર માસની તા. 13, 18, 20, 25 અને 27ના રોજ રાજ્યના શહેરી વિસ્તારોમાં DAY -  NULM રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનના પાત્રતા ધરાવતા સ્વસહાય જૂથના સભ્યોને હેલ્થ કાર્ડ આપવામાં આવશે. આ અંગે વધુ માહિતીની જરૂરિયાત હોય તો મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓની રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન(NULM) શાખાનો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.
First published: September 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...