ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય, 15 એપ્રિલ સુધી સિંચાઈ માટે નર્મદાનું પાણી અપાશે


Updated: April 4, 2020, 9:15 PM IST
ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય, 15 એપ્રિલ સુધી સિંચાઈ માટે નર્મદાનું પાણી અપાશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય, 15 એપ્રિલ સુધી સિંચાઈ માટે નર્મદાનું પાણી અપાશે

ખેડૂતોને ઘાસચારો ઉગાડવા તથા અન્ય વાવેતર કરાયેલ પાક માટે આ પાણી ઉપયોગમાં આવશે

  • Share this:
ગાંધીનગર : રાજયમાં કોરોના વાયરસને (Coronavirus) પગલે આપેલા લોકડાઉનના (Lockdown) કારણે સર્જાયેલ સ્થિતિને જોતા રાજ્ય સરકારે (Gujarat Government)ખેડૂતોને સહાયરૂપ થવા અનેકવિધ નિર્ણયો લીધા છે. ત્યારે ચાલુ સિઝનમાં ખેડૂતોને પાક બચાવવા તથા ઘાસચારો ઉગાડવા માટે નર્મદા (Narmada) કમાન્ડ વિસ્તારના ખેડૂતોને પિયતનું પાણી વધુ દસ દિવસ સુધી આપવાનો ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતો, ખેડૂત આગેવાનો અને ધારાસભ્યોની રજુઆત બાદ ખેડૂતોને સિંચાઈ માટે 5 એપ્રિલ 2020 સુધી નર્મદાનું પાણી આપવાનો નિર્ણય અગાઉ કરાયો હતો. આ નિર્ણયને વધુ દસ દિવસ લંબાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી તેને અનુલક્ષીને ખેડૂતોની લાગણી અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નર્મદા યોજનામાંથી અપાતું પિયતનું પાણી આગામી તારીખ 15 એપ્રિલ સુધી આપવાનો નિર્ણય કરાયો છે.

આ પણ વાંચો - અમદાવાદ : આ રસોડામાંથી રોજ 60,000 લોકો સુધી પહોંચે છે વેજીટેબલ ખીચડીનું ભોજન

આ નિર્ણયના કારણે નર્મદા કમાન્ડ વિસ્તાર સહિત ફતેહવાડી અને ખારીકટ કેનાલમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ બનશે. જેના લીધે ખેડૂતોને ઘાસચારો ઉગાડવા તથા અન્ય વાવેતર કરાયેલ પાક માટે આ પાણી ઉપયોગમાં આવશે.

આ પહેલા રાજ્ય સરકારે ખેડૂતોને ધીરાણ પરત ચૂકવવા માટે બે મહિનાની મુદ્દત આપી છે. .આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, માર્કેટિંગયાર્ડો બંધ હોવાને કારણે ખેડૂતો પરેશાન છે. તેમની પાસે તૈયાર પાક પડ્યો છે, પરંતુ હરાજી બંધ હોવાથી તેઓ માલનું વેચાણ કરી શકતા નથી. બીજી તરફ માર્ચના અંતિમ દિવસોમાં ખેડૂતોએ ધીરાણ પરત કરવાની મુદ્દત આવતી હોય છે. આથી આ મામલે રાજ્ય સરકાર તરફથી કેન્દ્ર સરકારને રજુઆત કરવામાં આવી હતી. જે બાદ ખેડૂતોને ધીરાણ ચૂકવવામાં બે મહિનાની મુદ્દત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સહકારી કે રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી ખેડૂતોએ જે ધીરાણ મેળવ્યું હશે તેને હવે 31મી મે સુધી ગમે ત્યારે પરત કરી શકશે. આ માટે તેમને 7 ટકાને દરે જે વ્યાજ લાગશે તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભોગવશે. સાત ટકામાંથી ત્રણ ટકા કેન્દ્ર અને ચાર ટકા વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે.
First published: April 4, 2020, 9:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading