Home /News /gujarat /લોકસભા ચૂંટણી : અમદાવાદ જિલ્લામાં 105 સખી મતદાન મથક બનાવાશે

લોકસભા ચૂંટણી : અમદાવાદ જિલ્લામાં 105 સખી મતદાન મથક બનાવાશે

પ્રતિકાત્મક તસવીર

જિલ્લા કલેક્ટર દ્વારા આચાર સંહિતાના અનુસંધાનમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી. તંત્રને આચાર સંહિતા ભંગને 3 ફરિયાદ મળી જેનો નિકાલ કરાયો છે.

    વિભુ પટેલ, અમદાવાદ: આચાર સહીતાં લઇને અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કલેક્ટરે આ પત્રકાર પરિષદમાં તંત્રની તૈયારીઓની માહિતી આપી હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતુ કે આગામી લોકસભાની ચૂંટણીનું જાહેરનામું 28મી માર્ચે જાહેર થશે, જ્યારે 4 એપ્રિલે ગુજરાતના ઉમેદવારો માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ રહેશે, ઉમેદવારોના ફોર્મની ચકાસણી 5 એપ્રિલે થશે, અને 8મી એપ્રિલે ફોર્મ ખેંચવાનો અંતિમ રહેશે. રાજ્યમાં 23મી એપ્રિલે મતદાન થશે જ્યારે સમગ્ર મતદાન પ્રક્રિયા 27મી મેના રોજ પુરી થસે. કલેક્ટરે જણાવ્યું હતું કે જ્યાં સુધી આચાર સંહિતા છે, ત્યાં સુધી કોઈ પણ યોજનાનો શિલાન્યાસ નહીં કરી શકે.

    અમદાવાદ જિલ્લો આંકડામાં
    કલેક્ટરે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી અંતર્ગત અમદાવાદ જિલ્લામા 54 લાખ 30 હજાર 917 મતદાર નોંધાયા છે, જેમાં પુરુષ મતદાર 28 લાખ 42 હજાર 363 છે જ્યારે મહિલા મતદાર 25લાખ 91 હજાર 307 છે, જ્યારે અમદાવાદમાં થર્ડ જેન્ડર મતદાર 139 છે. જિલ્લામાં 2892 સરકારી કર્મચારીઓ મતદારો નોંધાયા છે, જેમા 2807 પુરુષ અને 85 મહિલા મતદારનો સમાવેશ થાય છે. અમદાવાદ જીલ્લામાં 1923 જગ્યાએ 5627 મતદાન મથક તૈયાર કરાશે.

    આ પણ વાંચો:  MLAની ઓફિસમાં તોડફોડ કેસઃ જજે હાર્દિકની અરજી 'નોટ બીફોર મી' કરી

    105 સખી મતદાન મથક
    કલેક્ચરે જણાવ્યું હતું કે જિલ્લામાં 105 સખી મતદાન મથકો તૈયાર કરાશે. હાલમાં તંત્ર દ્વારા Evm ane vvpat ના નિદર્શન ચાલી રહ્યા છે. આચાર સંહિતના અનુસંધાનમાં તમામ ટિમો દ્વારા બેનર , પોસ્ટર , લખાણ હટાવવાની કામગીરી કરાઈ..5164 બેનર્સ પોસ્ટર લખાણ હટાવાયા છે. ચૂંટણીમાં નવા મશીન m3 નો ઉપયોગ કરાશે. જિલ્લામાં દિવ્યાંગ મતદારો 15236 મતદારો નોંધાયા છે. તંત્રને અત્યાર સુધી આચાર સંહિતાના ભંગની 3 ફરિયાદ મળી હતી જેનો નીકાલ કરવામાં આવ્યો છે. આચાર સંહિતાના અનુસંધાને તંત્ર દ્વારા 5164 બેનર્સ પોસ્ટર લખાણ હટાવાયા છે.

    આ પણ વાંચો: 7 દિવસમાં હથિયાર જમા કરાવવા અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું
    Published by:Jay Mishra
    First published:

    Tags: Genral Election 2019, Lok sabha 2019, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन