"Narmada બંધમાં 5 દિવસ ચાલે તેટલો સિંચાઈ લાયક પાણીનો જથ્થો છે"

આજે મળેલી હાઈ પાવર કમિટીની બેઠકમાં રાજ્યના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

News18 Gujarati
Updated: August 7, 2018, 7:12 PM IST
આજે મળેલી હાઈ પાવર કમિટીની બેઠકમાં રાજ્યના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો
News18 Gujarati
Updated: August 7, 2018, 7:12 PM IST
ન્યૂઝ18 ગુજરાતી :

રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકાર ચિંતિત છે. આ પરિસ્થિતિને પગલે ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા અને આગોતરા આયોજન માટે હાઇ પાવર કમિટીની બેઠક આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ યોજી હતી. આ બેઠકમાં ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં કૃત્રિમ વરસાદ વરસાવવાની શક્યતા ચકાસવાનો અને કચ્છના ટપ્પર ડેમમાં નર્મદાના નીર ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને આ બેઠક યોજાઇ હતી. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કૃષિ મંત્રી, ઉર્જા મંત્રી, મહેસુલ મંત્રી સહિત મુખ્ય સચિવ અને વરિષ્ઠ સચિવો હાજર હતા.

આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, " રાજ્યમાં અપૂરતો વરસાદ થયો છે. વાવણીલાયક વરસાદ ન વરસતા રાજ્યમાં સ્થિતિ કપરી બની છે. અનેક વિસ્તારોમાં પાણીની અછત સર્જાઈ તેવી શકયતા છે. ઉપરવાસ અને મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ થવાથી સ્થિતિ વધુ ચિંતાની પરિસ્થિતિ ઉભી થઇ છે. વળી, સરદાર સરોવર ડેમમાં પણ જે પાણી આવ્યું છે તે પૂરતા પ્રમાણમાં નથી"

પટેલે ઉમેર્યું હતું કે, " સરકાર ખેડૂતોને રાહત આપવા માટે સરકાર પ્રયત્નશીલ છે. રાજ્યના 44 તાલુકામાં 5 ઈંચ વરસાદ નથી થયો ત્યાં રૂ.2 કિલો ઘાસ અપાશે। વળી, પશુપાલકોને રૂ.2 કિલો ઘાસ સરકાર તરફથી ફાળવાશે। સ્થિતિ ખરાબ થઇ રહી હોઈ પીવા માટે પાણીની વ્યવસ્થા કરવી પડશે। આ વિકટ પરિસ્થિતિમાં નર્મદા બંધમાં 5 દિવસ ચાલે તેટલો સિંચાઈ લાયક પાણીનો જથ્થો છે. લોકો કરકસરથી પાણીનો ઉપયોગ કરે તેવી અપીલ છે"

પ્રારંભિક વરસાદને ધ્યાને રાખીને જૂન અને જુલાઈમાં રાજ્યમાં વરસાદની આશાએ ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કરી દીધું હતું. વરસાદ ખેંચાતા ઉગેલો પાક બળી રહ્યો છે. ત્યારે આજે મળેલી હાઈ પાવર કમિટીની બેઠકમાં રાજ્યના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલા રાજ્યમાં 8 કલાક જ વીજળીનો પુરવઠો ખેડૂતોને આપવામાં આવતો હતો.

ચાલુ સિઝનમાં કચ્છમાં રાજ્યનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. અહીં પાણીની સમસ્યા રહેવાની શક્યતા રહેલી છે. જેને પગલે મુખ્યમંત્રી રૂપાણીએ કચ્છના ટપ્પર ડેમને તાત્કાલિક અસરથી નર્મદાના નીરથી ભરવા માટે આદેશ આપ્યો છે. ટપ્પર ડેમમાં નર્મદાનું 500 એમસીએફટી પાણી ભરવામાં આવશે.
Loading...

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના 44 તાલુકાઓ જ્યાં 125 મીમી ઓછો વરસાદ થયો છે તે વિસ્તારોમાં સર્જાયેલી પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી હાઈ પાવર કમિટીની બેઠક માં સમીક્ષા કરી હતી. વરસાદ ખેંચાવાને પગલે રાજ્યમાં જે સ્થિતિ ઊભી થઇ છે તેની તલસ્પર્શી વિગતો આ બેઠકમાં નર્મદા નિગમ, કૃષિ, પાણી પુરવઠો અને હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી મેળવવામાં આવી હતી.
First published: August 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...