Home /News /gujarat /51 શક્તિપીઠની યાત્રાએ જનાર યાત્રાળુઓને વિશેષ લાભ આપવાનો રાજ્ય સરકારે લીધો નિર્ણય

51 શક્તિપીઠની યાત્રાએ જનાર યાત્રાળુઓને વિશેષ લાભ આપવાનો રાજ્ય સરકારે લીધો નિર્ણય

યાત્રાળુએ આ યોજનાનો લાભ લેવા, યાત્રાળુ દિઠ આધારકાર્ડની ઝેરોક્ષ રજૂ કરવાની રહેશે.

ગુજરાત રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાઓમાંથી “શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'ના આ પાંચેય દિવસો દરમિયાન અંબાજી દર્શન માટે આજે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક વિશેષ પરિપત્ર કરવામા આવ્યો છે

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાળુઓના લાભાર્થે એક મહત્ત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. તા.12/02/2023 થી તા.16/02/2023 દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાનાં આવેલા યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ” યોજાનાર છે.

તા.12/02/2023 થી તા.16/02/2023 દરમિયાન અંબાજી માતા, ગબ્બર તથા 51 શક્તિપીઠની પરિક્રમાના દર્શન કરવાના લહાવો ગુજરાતના નાગરીકો લઈ શકે તે હેતુથી “અંબાજી દર્શન” નું આયોજન કરવાની બાબત વિચારણા હેઠળ હતી.

જેના અનુસંધાને ગુજરાત રાજ્યના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાઓમાંથી “શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'ના આ પાંચેય દિવસો દરમિયાન અંબાજી દર્શન માટે આજે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક વિશેષ પરિપત્ર કરવામા આવ્યો છે જે અનુસાર જે યાત્રાળુની ઉંમર 12 વર્ષ અથવા વધુ હોઇ, તે તમામને આ યોજના હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

આ પણ વાંચો: ટેસ્ટમાં ડેબ્યુ કરનારા આ ક્રિકેટરની છાતી પર મા-બાપનું નામ

1- એસ.ટી. ની સુપર બસ ભાડા (નોન એ.સી.), તેની ૫૦% રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે.

2- જેમાં 25% રકમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ૨૫% રકમ અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ સ્થાનિક સહકારી સંસ્થા/પ્રાયોજકો ભોગવશે. જયારે બાકીની ૫૦% રકમ યાત્રાળુ એ ભોગવવાની રહેશે

3- અંબાજી યાત્રાધામના 24 કલાક (1 દિવસ) સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ આપવા વિભાગ દ્વારા જણાવાયુ છે.

4- યાત્રાળુએ આ યોજનાનો લાભ લેવા, યાત્રાળુ દિઠ આધારકાર્ડની ઝેરોક્ષ રજૂ કરવાની રહેશે.

આ પણ વાંચો: શીખોની ગુરુદ્વારામાં લંગરની અલગારી પરંપરા ગુજરાતમાં પણ જોવા જેવી છે

5- કયા જિલ્લાએ કેટલી બસ ફાળવવી એ સબંધિત જિલ્લાના કલેક્ટરે  મુખ્ય પરિવહન અધિકારી સાથે પરામર્શમાં રહી નકકી કરવાનુ રહેશે

6- બસ ઉપાડવાનો પોઇન્ટ, સ્થળ અને સમય તથા અંબાજીથી પરત આવવવાનો પોઇન્ટ, સ્થળ અને સમય સબંધિત જિલ્લા કલેક્ટરે  વાહન વ્યવહારની કચેરી તથા કલેકટરબનાસકાંઠાના પરામર્શમાં રહીને નકકી કરવાનો રહેશે.

આ સુધારેલ યોજના માત્ર તા.12/02/2023 થી તા.16/02/2023 દરમ્યાન જ અમલી રહેશે તેવું પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મા જણાવાયુ છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, અંબાજી, અંબાજી મંદિર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો