ગુજરાત બજેટ: સરકાર વર્ષ 2017 જેટલી રોજગારી સર્જી શકી નહીં, ગત વર્ષે 518 નેનોનું જ ઉત્પાદન થયું

પ્રતીકાત્મક તસવીર

વિધાનસભામાં નાણા મંત્રી નીતિન પટેલે ગુજરાત સરકારનું વાર્ષિક અંદાજ પત્ર રજૂ કર્યુ હતું. પ્રશ્નોતરી કાળમાં જૂનાગઢના ધારાસભ્ય ભીખા ભાઈ જોષીએ નેનોના ઉત્પાદન અંગે સવાલ પૂછ્યો હતો.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાત: વાઇબ્રન્ટ ગુજરાત અને ગતિશીલ તેમજ પ્રગતિશીલ ગુજરાતની ગુલબાંગો વચ્ચે રાજ્યમાં પૂર્તિ રોજગારી સર્જવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનું જાણવા મળે છે. મંગળવારે વિધાનસભામાં યોજાયેલા વચગાળાના બજેટ સત્રમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં સરકારે કબુલ્યુ હતું કે વર્ષ 2017માં માત્ર 2.95 લાખ રોજગારી જ મળી હતી.

  વિધાનસભાના બજેટ સેશનમાં ગત વર્ષે કેટલી રોજગારીની તકો સર્જાઈ તે સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે વર્ષ 2017માં રોજગારીની 42 લાખ તકો ઊભી થઈ હતી જ્યારે વર્ષ 2018માં 2.95 લાખ રોજગારી સર્જાઈ હતી આમ એક જ વર્ષમાં રાજ્યમાં રોજગારીની તકોમાં અધધ... ઘટાડો નોંધાયો હતો.

  2018માં 516 નેનોનું જ ઉત્પાદન થયું

  જૂનાગઢના ધારાસભ્ય ભીખા ભાઈ જોષીએ ટાટા નેનોના ઉત્પાદન અંગે સવાલ પૂછ્યો હતો. ભીખા ભાઈ પૂછ્યું હતું કે ટાટાના વાર્ષિક 2,50,000 નેનોના ઉત્પાદનના લક્ષ્યાંક સામે કેટલી નેનોનું ઉત્પાદન થયું હતું?  કંપનીના ઉત્પાદનમાં વર્ષ 2017ની સરખામણીએ વર્ષ 2018માં અધધ.. ઘટાડો નોંધોય છે.


  જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું વર્ષ 2017માં કંપની દ્વારા 3120 નેનોનું ઉત્પાદન કરવામાંઆવ્યું  હતું જ્યારે વર્ષ 2018માં 516 નેનોનું જ ઉત્પાદન થયું હતું.
  Published by:Jay Mishra
  First published: