Home /News /gujarat /

LRD અને પોલીસ ભરતી: શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે

LRD અને પોલીસ ભરતી: શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે

LRD અને પોલીસ ભરતી પરીક્ષા માટે સરકારે બદલ્યો નિયમ (પ્રતિકાત્મક તસવીર)

Government exam- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi)કહ્યું- આ નિર્ણયથી વધુ ઉમેદવારોને લેખિત કસોટીમાં બેસવાની તક મળશે અને ભાગ લઈ શકશે

ગાંધીનગર : રાજ્ય સરકારે (Gujarat Government)પરીક્ષાની (exam)તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. પોલીસના સબ ઇન્સપેક્ટર ( Police Sub Inspector)અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં (LRD recruitment)શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi)કહ્યું હતું કે આ નિર્ણયથી વધુ ઉમેદવારોને લેખિત કસોટીમાં બેસવાની તક મળશે અને ભાગ લઈ શકશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, પોલીસના સબ ઇન્સપેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં વધુમાં વધુ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળી રહે તે હેતુથી રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પરીક્ષા નિયમોમાં જરૂરી સુધારાઓ કરવા અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયેલ છે.

આ પણ વાંચો - ગુજરાત પોલીસમાં ભરતી: PSI, ટેક્નીકલ ઓપરેટર માટે 1 સપ્ટેમ્બરથી અરજી કરી શકાશે; LRD માટે ટૂંક સમયમાં જાહેરાત

સંઘવીએ વધુમાં જણાવેલ છે કે, ગૃહ વિભાગ દ્વારા 4/1/2021ના રોજ જાહેરનામાઓથી પ્રસિદ્ધ કરવામાં આવેલ પરીક્ષા નિયમોમાં સબ ઇન્સપેક્ટર સંવર્ગ માટે પ્રથમ શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો પૈકી 15 ગણા મેરીટોરીયસ ઉમેદવારો અથવા તો પાસ થયેલ તમામ ઉમેદવારો પૈકી જે ઓછા હોય તે લેવાના હતા. તે મુજબ લોક રક્ષક સંવર્ગ માટે પ્રથમ શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો પૈકી 8 ગણા મેરીટોરીયસ ઉમેદવારો અથવા તો પાસ થયેલ તમામ ઉમેદવારો પૈકી જે ઓછા હોય તે ઉમેદવારોને તે પછીના તબક્કાની લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેની જોગવાઇ રદ કરવા માટે રાજ્યમાંથી મોટા પ્રમાણમાં ઉમેદવારો તરફથી સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી.

આ પણ વાંચો - કોરોના પછી હવે આ દેશના બજારમાં ફેલાઇ રહસ્યમયી બીમારી, અત્યાર સુધીમાં 7 લોકોના મોત

આ અંગે રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારોના હિતમાં હકારાત્મક વિચારણા કરીને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકે અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ કોઇપણ ઉમેદવાર આ તકથી વંચિત ન રહે તે લક્ષમાં લઇને ઉમેદવારોના હિતમાં પરીક્ષા નિયમોમાં જરૂરી સુધારાઓ કરીને તે અંગેના આવશ્યક જાહેરનામાઓ રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

ઉક્ત સુધારાઓને પરીણામે આગામી સબ ઇન્સપેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં ઉમેદવારોનો ઉત્સાહ જળવાઇ રહેશે અને તેને કારણે ઉમેદવારો ઉત્સાહપૂર્વક પરીક્ષાઓમાં ભાગ લઇ શકશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Gujarat Government, LRD exams, ગુજરાત, સરકારી નોકરી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन