Home /News /gujarat /હવે આ જ બાકી રહ્યું હતું, પાપડ અને શેકેલા ભૂંગળા પર પણ 18 ટકા GST લાગશે
હવે આ જ બાકી રહ્યું હતું, પાપડ અને શેકેલા ભૂંગળા પર પણ 18 ટકા GST લાગશે
પાપડ અને ભૂંગળા પર 18 ટકા GST
GST News: પાપડ અને શેકેલા ભૂંગળા પર પણ 18 ટકા GST લાગશે. તાજેતરમાં મળેલી 48મી GST કાઉન્સિલમાં પાપડ અને ફ્રાયમ્સ પર આ અંગે ક્લિયરન્સ અપાયું છે. ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશને વિરોધ કરીને સીએમને પત્ર લખી GST ન લગાવવા રજુઆત કરી છે.
ગુજરાત: પાપડ અને શેકેલા ભૂંગળા પર પણ 18 ટકા GST લાગશે. તાજેતરમાં મળેલી 48મી GST કાઉન્સિલમાં પાપડ અને ફ્રાયમ્સ પર આ અંગે ક્લિયરન્સ અપાયું છે. ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશને વિરોધ કરીને સીએમને પત્ર લખી GST ન લગાવવા રજુઆત કરી છે. કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વર્ષે 30 લાખ કિલોથી વધારે પાપડ-ભૂંગળાનું ઉત્પાદન થાય છે. અહીં સરેરાશ એક પરિવારમાં 500 ગ્રામ પાડનો ઉપયોગ થાય છે, જેથી લોકોને 280 રૂપિયે કિલો લેખે 50 રૂપિયા વધારે ચુકવવા પડશે.
પાપડ પર GST ફરી જીરો કરવા માટે રજૂઆત
ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએસને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુ દેસાઈ અને GST કમિશનર મિલિન્દ તોરવણેને પ્રેઝન્ટેશન આપીને રજૂઆત કરી છે. 2017માં GST આવ્યા બાદ રાજ્ય સરકારે 2011માં એફિલીએટ ઓથોરિટી દ્વારા ઝીરો ટકા ટેક્સ કરાયો હતા. 2011માં એડવાન્સ રૂલિંગ ઓથોરિટીએ પણ પાપડ પર ઝીરો ટકા નક્કી કર્યો હતો. પરંતુ હવે કાઉન્સિલે પાપડ પ્રોડક્ટને 18 ટકા દરનું ક્લેરિફિકેશન આપવામાં આવ્યું હતું. જેને લઈને ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા ગુજરાતના સી.એમને રજૂઆત કરી પાપડ પર GST ફરી જીરો કરવા માટે રજૂઆત કરી હતી.
સુરત શહેરમાં વર્ષે 30 લાખ કિલોના પાપડ અને ભૂંગળાનું વેચાણ થાય છે. વર્ષે લોકો 84 કરોડના પાપડ ખાઈ જાય છે, હવે તેની પર 18 ટકા GST લાગતા 15.12 કરોડ રૂપિયા વધુ ચૂકવવા પડશે. તેવી જ રીતે એક પરિવાર વર્ષે સરેરાશ 6 કિલો પાપડ ખાય છે તો વર્ષે આવા પરિવારના માથે 300 રૂપિયાથી વધુનું ભારણ આવશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતની મહિલાઓ પાપડનો બિઝનેસ કરે છે. ખાસ કરીને પાપડનું ઉત્પાદન ગૃહ ઉદ્યોગમાં થતું હોય છે. સુરતમાં 4 હજારથી વધારે મહિલાઓ પાપડ ઉત્પાદનના બિઝનેસ સાથે જોડાયેલી છે.
પાપડ પર અત્યાર સુધી GST અમલમાં ન હતો, પરંતુ 48મી GST કાઉન્સિલમાં પાપડ પર 18 ટકા GST અમલમાં મુકવામાં આવ્યો છે. પાપડ પર GST અયોગ્ય છે એટલા માટે અમે મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરી છે. ગુજરાતમાં ઘણી મહિલાઓ પાપડ બનાવવાનો ગૃહઉદ્યોગ ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. જ્યારે 48મી GST કાઉન્સિલમાં પાપડ પર 18 ટકા GST લગાવામાં આવ્યું છે. જે વાસ્તવમાં પાપડનો ગૃહઉદ્યોગ પર મોટી અસર પાડી શકે છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર