દિનેશ સોલંકી, ગીર: સુત્રાપાડાના યુવાન ખેડુતે (Gujarat farmer success story) નાળિયેરના બગીચામાં (Coconut farm) આવતી સફેદ માખી નામના રોગથી છુટકારો મેળવવા દેશી ઉપચાર શોધ્યો છે. 1 હજાર લિટર પાણીમાં ગોળ અને ગીર ગાયના દૂધનું મિશ્રણ કરી પ્રયોગ કરતા મોટી સફળતા મેળવી છે. આજે બમણાં કરતા વધુ ઉત્પાદન મેળવીને ખેડૂત લાખો કમાય છે.
ચોરવાડથી ઉના સુધીનો વિસ્તાર એટલે લીલી નાઘેર અને આજ લીલી નાઘેરના દરિયા કિનારા પર મોટા પ્રમાણમાં નાળિયેરના પાકનું ઉત્પાદન થતું હતું. આજે પણ મહદઅંશે થાય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી, સફેદ માખીઓએ નાળિયેરના બગીચાઓનો સર્વનાશ કરી નાખ્યો છે. ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. અનેક ખેડૂતો એ તો પોતાના બગીચાઓ કાપી નાખ્યાં છે.
1 હજાર લિટર પાણીમાં ગોળ અને ગીર ગાયના દૂધનું મિશ્રણ કરી પ્રયોગ કરતા મોટી સફળતા મેળવી છે
ત્યારે સુત્રાપાડાના જગદીશ પંપાણીયાએ સોશિયલ મીડિયા પરથી સફેદ માખીથી છૂટકારો મેળવવાનો રામબાણ અને સફળ ઈલાજ શોધ્યો છે. આ ઈલાજથી માસિક 5થી 6 હજાર નાળીયેરનો વાઘારો ગુણવત્તા સાથે કર્યો છે. જ્યાં પાછલા વર્ષે 1 હજારથી 15સૌ નાળિયેર નું ઉત્પાદન થતું હતું ત્યાં ગોળ, દૂધ નો ઉપયોગ કરવાથી 8થી 10 હજાર નાળિયેરનું ઉત્પાદન થાય છે અને વાર્ષિક 12થી 15 લાખ કમાય છે.
એક તરફ જ્યાં છેલ્લા બે વર્ષથી લીલી નાઘેર મનાતા ગીર સોમનાથ જીલ્લામાં સફેદ માખી નામનું ગ્રહણ લાગ્યું હતુ. તમામ બગીચા ધારકોએ હજારો રૂપિયાની જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો પણ પરિણામ ન મળ્યું. દવાઓ છંટાયા બાદ 10 કે 15 દિવસમાં સફેદ માખી ફરી આવી જતી. તો બીજા પણ અનેક પ્રયોગો કર્યા જેમાં ઝેરી દવાઓથી મધમાખી ઘટવા લાગી હતી અને મધમાખી નાળીયેરના ફલીનીકરણ માટે આવશ્યક મનાય છે. અંતે લોકોએ બગીચાઓમાં ધૂમાડાઓ પણ કર્યા પણ પરિણામ ન મળ્યું. જેથી ખેડુતો કંટાળી ગયા હતા.
1 હજાર લિટર પાણીમાં ગોળ અને ગીર ગાયના દૂધનું મિશ્રણ કરી પ્રયોગ કરતા મોટી સફળતા મેળવી છે
જ્યારે જીવાતના જતા સુત્રાપાડાના યુવાન ખેડુત જગદીશ પંપાણીયાએ માહિતી મેળવી કે, ગાયનું દૂધ, ગોળ અને પાણીનું મીશ્રણ કરી તેનો છંટકાવ કરવાથી સમસ્યાનો ઊકેલ છે. ત્યારે આ ખેડૂતે પ્રયોગ કરતા છેલ્લા છ માસમાં જે બગીચામાંથી માત્ર 1 હજાર કે 2000 હજાર લીલા નાળીયેર થતા હતા તેમાં આજે 8 થી 10 હજાર નાળીયેર અને તે પણ રોગ વગરના મીઠા મધ જેવા.
1 હજાર લિટર પાણીમાં ગોળ અને ગીર ગાયના દૂધનું મિશ્રણ કરી પ્રયોગ કરતા મોટી સફળતા મેળવી છે
આ પ્રયોગની અન્ય ખેડુતોને જાણ થતાં અનેક ખેડુતો આજે આ જ પ્રયોગ કરી માલામાલ બની રહ્યા છે. અને નાળીયેરની ખેતીમાં નવી ક્રાંતીની આશા જન્મી છે. ગાય નું દુધ, ગોળ મીક્સ કરી તેને ફુવારાની મદદથી નાળીયેરના ઝાડ પર છંટકાવ કરવાથી મધમાખીઓ સ્વાદ અને સુગંધના કારણે ભારે માત્રામાં આવી રહી છે. જે નાળિયેરના ફલીનીકરણમાં મોટો વધારો કરે છે. અને આજે સફેદ માખીઓ મધમાખીના આગમનથી નાસી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર