Home /News /gujarat /

માન્સૂન પાર્ટી, ગાંધીનગર કલેકટર કચેરીમાં જ અધિકારીઓએ માણી દારૂની મહેફિલ

માન્સૂન પાર્ટી, ગાંધીનગર કલેકટર કચેરીમાં જ અધિકારીઓએ માણી દારૂની મહેફિલ

ગાંધીનગર કલેક્ટર કચેરીમાંથી જ દારુની મહેફિલ માણતા સરકારી બે અધિકારીઓ, અન્ય એક શખ્સ તથા દારૂ પુરો પાડનાર આર્મીમેન સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર કલેક્ટર કચેરીમાંથી જ દારુની મહેફિલ માણતા સરકારી બે અધિકારીઓ, અન્ય એક શખ્સ તથા દારૂ પુરો પાડનાર આર્મીમેન સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

  • Web18
  • Last Updated :
ગાંધીનગરઃ ગાંધીનગર કલેક્ટર કચેરીમાંથી જ દારુની મહેફિલ માણતા સરકારી બે અધિકારીઓ, અન્ય એક શખ્સ તથા દારૂ પુરો પાડનાર આર્મીમેન સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

ગત મોડી રાતે કલેક્ટર અને અધિક કલેક્ટર દ્રારા સફાઇ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં જી સ્વાનની ઓફીસમાંથી દારુની મહેફીલ માણતાં આયોજન અધિકારી નિતેશ દવે, ઇજનેર વિજય બારોટ, સતિષ પટેલ ઝડપાયા હતા. 

જો કે કલેક્ટરને જોઇને બંને જણા બાથરુમમાં ભાગી ગયા હતા. કલેક્ટરે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે બંને અધિકારીઓ સહિત ત્રણેયને ઝડપી લીધા હતા. સાથોસાથ સતિષ પટેલના ફોનથી ફોન કરી દારૂ આપનાર આર્મીમેનને બોલાવી એની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બંને અધિકારીઓની ધરપકડ કરીને દારુ પુરો પાડનાર નિવૃત સુરક્ષા અધિકારીની પણ ધરપકડ કરી હતી.

જો કે દારુની મહેફીલ કલેક્ટર ઓફીસમાંથી જ પકડાતા દારુબંધીના નિયમનો છેદ ઉડી ગયો છે. જ્યારે સરકારી કચેરીમાં જ દારુની મહેફીલ ચાલતી હોય તો કાયદાનું અમલી કરણ કઇ રીતે શક્ય બનશે.
First published:

Tags: કર્મચારી, કલેક્ટર કચેરી, ક્રાઇમ, ગાંધીનગર, ગુજરાત, ગુનો, દારૂ, વિરોધ, વિવાદ, સરકાર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन