Home /News /gujarat /Gujarat Election 2022: રાજ્યનો એકમાત્ર જિલ્લો બોટાદ, કે જ્યાં બંને તબક્કામાં થશે મતદાન

Gujarat Election 2022: રાજ્યનો એકમાત્ર જિલ્લો બોટાદ, કે જ્યાં બંને તબક્કામાં થશે મતદાન

ગુજરાતનો એક માત્ર જિલ્લો બોટાદ, કે જ્યા બન્ને તબક્કામાં થશે મતદાન

Gujarat election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election 2022) બે તબક્કામાં યોજાશે અને બોટાદ એકમાત્ર એવો જિલ્લો છે કે, જ્યાં બે તબક્કામાં મતદાન થશે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. ચૂંટણી પંચે ગુરુવારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી.

વધુ જુઓ ...
    અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election 2022) બે તબક્કામાં યોજાશે અને બોટાદ એકમાત્ર એવો જિલ્લો છે કે, જ્યાં બે તબક્કામાં મતદાન થશે. જેના કારણે આ જિલ્લો એક ચર્ચાનો કેન્દ્ર પણ બન્યો છે, ત્યારે ચાલો જાણીએ કે,  કેવી રીતે આ એક જ જિલ્લામાં બન્ને તબક્કામાં મતદાન યોજાશે.

    કંઇક આવું છે કારણ

    ગુજરાત વિધાનસભાની બેઠક ધંધુકા (59) હેઠળ આવતા ત્રણ તાલુકામાંથી બે - રાણપુર અને બરવાળા - હવે બોટાદ જિલ્લાનો ભાગ છે. આ બંને તાલુકાઓ 2013 સુધી બોટાદ જિલ્લાની રચના સુધી અમદાવાદ જિલ્લાનો ભાગ હતા. હવે બોટાદ જિલ્લાના ખાતામાં ગુજરાત વિધાનસભાની બે બેઠકો ગડ્ડા અને બોટાદની ચૂંટણી પ્રથમ તબક્કામાં એટલે કે 1 ડિસેમ્બરે યોજાશે. જ્યારે ધંધુકા બેઠકની બાબતમાં જિલ્લાના બે તાલુકામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. જોવા જઈએ તો, ધંધુકા અમદાવાદ જિલ્લાનો ભાગ છે, પરંતુ સુરેન્દ્રનગર લોકસભામાં આવે છે.

    આ પણ વાંચો: 500 સિંહોની વચ્ચે એક મતદાર, જાણો એવા પોલિંગ બુથ વિશે જેમાં હતા માત્ર એક જ મતદાર 

    ચૂંટણી પંચની જાહેરાત

    182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. ચૂંટણી પંચે ગુરુવારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ વખતની વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે ઘણી મહત્વની છે. તેમણે સતત છ ચૂંટણી જીત નોંધાવીને છેલ્લા 27 વર્ષથી આ રાજ્ય પર શાસન કર્યું છે. કોંગ્રેસે છેલ્લા 27 વર્ષથી વિપક્ષની ભૂમિકા ખતમ કરીને સત્તામાં પાછા આવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ હજુ સુધી રાજ્યમાં પક્ષના ટોચના નેતાઓની કોઈ નોંધનીય સક્રિયતા જોવા મળી નથી.

    ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે.

    ક્યાં સુધી ઉમેદવારો ફોર્મ પાછી ખેંચી શકશે?

    પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.


    પ્રથમ અને બીજા તબક્કામાં ક્યાં ક્યાં મતદાન થશે?

    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર પહેલી ડિસેમ્બરનાં રોજ કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગમાં મતદાન યોજાશે. બીજા તબક્કામાં 93 બેઠક પર 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં મતદાન યોજાશે.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections

    विज्ञापन
    विज्ञापन