Home /News /gujarat /VIDEO: વલસાડમાં ફોર્મ ભરતી વખતે કોંગ્રેસના ઉમેદવારે ભાજપ ઉમેદવારના પગે પડી આશીર્વાદ લીધા

VIDEO: વલસાડમાં ફોર્મ ભરતી વખતે કોંગ્રેસના ઉમેદવારે ભાજપ ઉમેદવારના પગે પડી આશીર્વાદ લીધા

બંને પક્ષના ઉમેદવારો અને કાર્યકર્તાઓએ એક બીજાને શુભેચ્છા પાઠવી.

Gujarat Assembly Election 2022: વલસાડના ઉમરગામમાં જોવા મળેલા દ્રશ્યોમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર એક-બીજા સાથે ઉમળકાભેર મળ્યા હતા. સાથે જ કાર્યકર્તાઓ પણ એક-બીજાને મળ્યા હતા.

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો પણ તેજ બન્યો છે. ચૂંટણીમાં ટિકિટ મેળવવા સામ, દામ, દંડ, ભેદની નીતિ પણ સામે આવી રહી છે. દરેક પક્ષમાં તું તું મેં મેં ના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. દરેક પક્ષના ઉમેદવારો પોતાના હરીફ ઉમેદવાર સામે આરોપ-પ્રત્યારોપો કરી રહ્યા છે એવામાં વલસાડના ઉમરગામથી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેને જોઇ લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે. વલસાડના ઉમરગામથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઇ લોકો વિચારમાં પડી ગયા છે.

    ઉમરગામથી સામે આવેલા આ દ્રશ્યોથી રાજકારણથી એક અલગ તસવીર સામે આવી રહી છે. વલસાડના ઉમરગામમાં રાજકીય સદભાવનાના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં વિધાનસભાની ચૂંટણીનું ફોર્મ ભરતી વખતે રાજકીય સદભાવનાના જોવા મળી છે. અહીં કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવારના પગે પડી આશીર્વાદ લીધા હતા. આ દ્રશ્ય જોઇ બંને પક્ષના કાર્યકર્તાઓ વિચારમાં પડી ગયા હતા.



    વલસાડના ઉમરગામમાં જોવા મળેલા દ્રશ્યોમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર એક-બીજા સાથે ઉમળકાભેર મળ્યા હતા. સાથે જ કાર્યકર્તાઓ પણ એક-બીજાને મળ્યા હતા. બંને પક્ષના ઉમેદવારો અને કાર્યકર્તાઓએ એક બીજાને શુભેચ્છા પાઠવી હતી. ઉમેદવારી પત્ર ભરતી વખતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવ્યા હતા.

    આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની હાર પર PCB અધ્યક્ષનો કટાક્ષ- 'બિલિયન ડૉલર લીગના ક્રિકેટર કરતાં પાકિસ્તાની સારા નીકળ્યા...'

    એક તરફ ચૂંટણી મેદાનમાં જાહેર મંચ પરથી ઉમેદવારો અને કાર્યકર્તાઓ એક-બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરે છે ત્યારે આ દ્રશ્યોમાં રાજકારણથી એક અલગ તસવીર સામે આવી આવી. જોકે ક્યાંક આવા રાજકીય સદ્ભાવનાના દ્રશ્યો પણ જોવા મળે છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: 2022 Assembly elections, Assembly Election, Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन