ગુજરાતની ચૂંટણી એક રસપ્રદ તબક્કે છે. જેમાં પાટીદાર સમાજની મોટી ભૂમિકા રહેશે. (તસવીર-પીટીઆઈ)
Gujarat Assembly Election 2022: દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરની ઘણી સીટોને પાટીદાર સમૂદાયનો ગઢ માનવામાં આવે છે. જેમા વરાછા, કામરેજ અને કતારગામ સામેલ છે. ઘણા લોકો માને છે કે આ પાટીદાર અનામત આંદોલન અને તેની સાથે જોડાયેલા લોકોનો ગુસ્સો હતો, જેના કારણે 2017માં ઘણી પાટીદાર બહુમતીવાળી સીટો પર ભાજપનો પરાજય થયો હતો.
અમદાવાદ: ગુજરાતમાં વધુ એક વખત સૌ કોઇની આંખો પાટીદાર સમાજ પર ટકી છે. પાટીદાર સમાજે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી પાર્ટી બીજેપીની જીતની રાહ મુશ્કેલ બનાવી દીધી હતી. પાટીદાર સમાજના આંદોલનનો પ્રભાવ ગત ઇલેક્શનમાં જોવા મળ્યો હતો. આ આંદોલનનું નેતૃત્વ હાર્દિક પટેલે કર્યું હતું. આ આંદોલનમાં પાટીદાર ઓબીસીનો દરજ્જો માંગ્યો હતો.
રાજકિય વિશ્લેષકોનું માનવું છે કે, પાટીદાર સમાજનાં મોટા ભાગના મતદાતા આ વખતે બીજેપીની વોટ આપશે, જ્યારે આરક્ષણની માંગને લઇ ચલાવવામાં આવેલા આંદોલનનાં પૂર્વ નેતાઓનું માનવું છે કે, પાટીદાર સમાજના ઘણા યુવા મતદાતા આમ આદમી પાર્ટી જેવા અન્ય વિકલ્પો તરફ વળી શકે છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપી 182માંથી 150 સીટો જીતવાનું મહત્ત્વકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું પરંતુ તે છતા 99 સીટો પર જીત મેળવી સત્તા જાળવી રાખી હતી.
પાટીદાર સમાજની નિર્ણાયક ભૂમિકા
એવું પણ માનવામાં આવે છે કે, બીજેપી વિરૂદ્ધ હાર્દિક પટેલના ઝંઝાવાતી પ્રચાર અભિયાનનાં કારણે વિપક્ષી કોંગ્રેસને 77 સીટો પર જીતી હતી. પાટીદાર સમૂદાયના અનુમાન અનુસાર, ગુજરાતમાં લગભગ 40 સીટો એવી છે જ્યાં પાટીદાર મતદાતા નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સમુદાયના કેટલાક નેતાઓનો દાવો છે કે, 50 સીટો પર તેમનો દબદબો છે. જોકે ગુજરાતની આબાદી પ્રમાણે પટેલ સમાજની ભાગીદારી લગભગ 18 ટકા છે પરંતુ 2017માં 44 પાટીદાર ધારાસભ્યો ચૂંટાઇ આવ્યા, જે ગુજરાતની રાજનીતિમાં તેમના પ્રભાવને દર્શાવે છે.
સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પાટીદાર મતદાતાઓની સંખ્યા ખુબ જ વધારે છે, જેમા મોરબી, ટંકારા, ગોંડલ, ધોરાજી, અમરેલી, સાવરકુંડલા, જેતપુર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ અને રાજકોટ દક્ષિણ સીટ સામેલ છે. ઉત્તરી ગુજરાતમાં વિજાપુર, વિસનગર, મહેસાણા અને ઊંઝા વિધાનસભા ક્ષેત્રોમાં પાટીદાર મતદાતાઓની સારી એવી સંખ્યા છે. ત્યાં જ અમદાવાદ શહેરમાં એવી ઓછામાં ઓછી પાંચ સીટો છે. જેમાં ઘાટલોડિયા, સાબરમતી, મણિનગર, નિકોલ અને નરોડા છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરની ઘણી સીટોને પાટીદાર સમૂદાયનો ગઢ માનવામાં આવે છે. જેમા વરાછા, કામરેજ અને કતારગામ સામેલ છે. ઘણા લોકો માને છે કે આ પાટીદાર અનામત આંદોલન અને તેની સાથે જોડાયેલા લોકોનો ગુસ્સો હતો, જેના કારણે 2017માં ઘણી પાટીદાર બહુમતીવાળી સીટો પર ભાજપનો પરાજય થયો હતો. જેમાં મહેસાણા જિલ્લાની ઊંઝા અને સૌરાષ્ટ્ર વિસ્તારની મોરબી અને ટંકારા બેઠકોનો સમાવેશ થાય છે. આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 41 પાટીદારોને ટિકિટ આપી છે જે કોંગ્રેસની સંખ્યા કરતા એક વધુ છે. આમ આદમી પાર્ટીએ પણ મોટી સંખ્યામાં પાટીદારોને ટિકિટ આપી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર