Home /News /gujarat /'કોંગ્રેસે EVM ખરાબીનું ગીત શરૂ કર્યું', PM મોદીએ આણંદમાં કહ્યું- ચૂંટણી દરમિયાન તેઓ મને અપશબ્દો બોલે છે

'કોંગ્રેસે EVM ખરાબીનું ગીત શરૂ કર્યું', PM મોદીએ આણંદમાં કહ્યું- ચૂંટણી દરમિયાન તેઓ મને અપશબ્દો બોલે છે

PM મોદીના કોંગ્રેસ પર પ્રહાર

Gujarat Elections 2022: PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતના આણંદમાં એક જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું 1 ડિસેમ્બરના રોજ મતદાન પૂર્ણ થયું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ચૂંટણી પહેલા કહેવા લાગે છે કે, EVM ખરાબ છે, તેમાં કંઈક ગરબડ છે. આખી ચૂંટણી દરમિયાન મોદીને ગાળો આપવી અને ચૂંટણી દરમિયાન EVMનો દુરુપયોગ કરવો એ કોંગ્રેસનું કામ છે. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ ગુલામીની માનસિકતામાં આવી ગઈ છે.

વધુ જુઓ ...
    આણંદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે આણંદ પહોંચ્યા હતા. તેમણે અહીં જાહેર સભાને સંબોધી હતી. આ બેઠકમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ગઈકાલે મતદાન પૂર્ણ થઈ ગયું છે. કોંગ્રેસ ચૂંટણી પહેલા કહેવા લાગે છે કે, EVM ખરાબ છે, તેમાં કંઈક ગરબડ છે. આખી ચૂંટણી દરમિયાન મોદીને ગાળો આપવી અને ચૂંટણી દરમિયાન EVMનો દુરુપયોગ કરવો એ કોંગ્રેસનું કામ છે. PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસ ગુલામીની માનસિકતામાં આવી ગઈ છે. કોંગ્રેસના લોકોએ અંગ્રેજો સાથે ઘણું કામ કર્યું છે.



    PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યા કોંગ્રેસ હોય છે ત્યારે માત્ર કૌભાંડો જ થાય છે. ભાજપ અને તેની વિચારસરણીમાં ઘણો તફાવત છે. આ દરમિયાન તેમણે પાવાગઢનો દાખલો આપતા કહ્યું કે, 500 વર્ષ પહેલા આક્રમણકારો અહીં આવ્યા હતા અને મા કાળીની મૂર્તિ તોડી નાખી હતી. પરંતુ, તે પ્રતિમા બનાવવા માટે કોઈ કોંગ્રેસીએ ધ્યાન આપ્યું ન હતું. કોંગ્રેસ દેશમાં જાતિના નામે લોકોને લડાવે છે.

    આ પણ વાંચો: અમદાવાદમાં PM મોદીનો સતત બીજા દિવસે રોડ શો

    પીએમ મોદીએ કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને એક કર્યું હતું. કોંગ્રેસના નેતાઓને તેમના વિશે પ્રશ્નો પૂછવા જોઈએ. કોંગ્રેસ પાર્ટીએ સરદાર પટેલનું અપમાન કર્યું છે. PMએ લોકોને કહ્યું કે, તમે કોંગ્રેસને સજા કરો. તેમણે કહ્યું કે, આ રાજ્યમાં હવે કર્ફ્યુ નથી. ગુજરાત જ્ઞાતિના રાજકારણથી ઘણું આગળ વધી ગયું છે. PM મોદીએ આરોપ લગાવ્યો કે, સરકાર ખેડૂતોને ગોળી મારતી હતી, અમે વેક્સિન ઘરે-ઘરે પહોંચાડીએ છીએ.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, Pm modi in gujarat

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन