Home /News /gujarat /Gujarat Election 2022: કેજરીવાલનો મોટો દાવો - પાંચથી ઓછી બેઠકો જીતશે કોંગ્રેસ!

Gujarat Election 2022: કેજરીવાલનો મોટો દાવો - પાંચથી ઓછી બેઠકો જીતશે કોંગ્રેસ!

અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સીએમ ચહેરો જાહેર કર્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે મોટો દાવો કર્યો છે. કેજરીવાલે મીડિયા કોન્ક્લેવ દરમિયાન આ વાત કહી કે, ગુજરાતમાં કોંગ્રેસને પાંચથી ઓછી બેઠકો મળશે.

વધુ જુઓ ...
    અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સીએમ ચહેરો જાહેર કર્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે મોટો દાવો કર્યો છે. કેજરીવાલ ઈન્ડિયા ટુડે મીડિયા કોન્ક્લેવમાં કહ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસને પાંચથી ઓછી બેઠકો મળશે. કેજરીવાલે આગામી મહિને યોજાનારી ચૂંટણી પહેલા તેમના પ્રતિસ્પર્ધીની સંભાવનાઓને નકારી કાઢતા કહ્યું હતું કે, કોંગ્રેસને કોણ ગંભીરતાથી લે છે?

    આ પણ વાંચો: 'ભારત જોડો યાત્રા' વચ્ચે રાહુલ ગાંધી આવશે ગુજરાત, વડોદરામાં કરશે રોડ શો

    અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'ગુજરાતના લોકોને પરિવર્તનની જરૂર છે. જો લોકો પરિવર્તન ન ઈચ્છતા હોય તો અમને અહીં સારો પ્રતિસાદ મળતો ન હોત. અમને 30 ટકા વોટ શેર મળી રહ્યા છે. અમે પંજાબમાં સરકાર બનાવી છે. ગુજરાતમાં પણ કંઈક અલગ છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં AAP બીજા નંબરે છે અને કોંગ્રેસને અહીં 5થી ઓછી સીટો મળશે.

    ચૂંટણી સર્વેમાં ભાજપને સૌથી વધુ વોટ મળ્યા છે

    'NDTV'ના એક કાર્યક્રમમાં તેમણે ભાજપની સંખ્યાનો અંદાજ લગાવવાનો ઈન્કાર કર્યો હતો. આ અગાઉ, ABP ન્યૂઝ દ્વારા પૂર્વ-ચૂંટણી સર્વેક્ષણ - સી-વોટરએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં ફરી એકવાર સત્તાધારી ભાજપની જીતની આગાહી કરી હતી. સર્વે મુજબ, પૂછવામાં આવેલા લગભગ 23,000 લોકોમાંથી અડધાથી વધુ લોકોએ કહ્યું કે, તેઓ ભાજપને મત આપવાનું વિચારે છે. 20 ટકાએ AAP અને 17 ટકાએ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું.

    આપનો CM ચહેરો ઇસુદાન ગઢવી

    અરવિંદ કેજરીવાલની પાર્ટીએ શુક્રવારે ભૂતપૂર્વ ટીવી ન્યૂઝ એન્કર અને સામાજિક કાર્યકર્તા ઇસુદાન ગઢવીને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. એ જ રીતે કેજરીવાલે પંજાબમાં સીએમ ચહેરા તરીકે ભગવંત માનનું નામ આપ્યું હતું. જેમાં તેમને સફળતા મળી હતી અને AAP ત્યાં સરકાર બનાવવામાં સફળ રહી હતી.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Cm arvind kejriwal, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन