આ વખતે ધાનેરા વિધાનસભામાં કુલ 08 ઉમેદવાર મેદાનમાં છે.
Gujarat Election 2022: આ વખતે ધાનેરા વિધાનસભામાં કુલ 08 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં 01 ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં ચાલુ ધારાસભ્ય નાથાભાઈ પટેલ 02 ભાજપમાં ભગવાનભાઈ પટેલ છે. જોકે અપક્ષમાં માવજીભાઈ દેસાઈ ઉભા છે જે ભાજપમાં 2017 વિધાનસભા ધાનેરાના ઉમેદવાર હતા.
બનાસકાંઠા જિલ્લાની ધાનેરા સીટ રાજકિય રીતે ખુબ જ મહત્ત્વપૂર્ણ છે. સત્તાધારી ભાજપને અહીં ગત ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઘણા સમયથી આ સીટ પર કોંગ્રેસનો દબદબો છે. 1998, 2002 અને 2007માં સતત ત્રણ વખત આ બેઠક ભાજપના હાથમાં આવી હતી. જોકે છેલ્લી પાંચમાંથી ત્રણ ચૂંટણીમાં બાજપને અહીં જીત મળી છે. 2012 અને 2017માં કોંગ્રેસ આ સીટ પર જીત હાંસલ કરવામાં સફળ રહી છે.
આ વખતે ધાનેરા વિધાનસભામાં કુલ 08 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં 01 ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં ચાલુ ધારાસભ્ય નાથાભાઈ પટેલ 02 ભાજપમાં ભગવાનભાઈ પટેલ છે. જોકે અપક્ષમાં માવજીભાઈ દેસાઈ ઉભા છે જે ભાજપમાં 2017 વિધાનસભા ધાનેરાના ઉમેદવાર હતા. જેઓ હાલ અપક્ષથી દાવેદારી નોંધાવી છે. જોકે માવજીભાઈ દેસાઈ અપક્ષ દાવેદારી નોંધાવતા હાલ ધાનેરા વિધાનસભાના સમીકરણો બદલાઈ શકે તેમ છે.
આજે માવજીભાઈ દેસાઈ (અપક્ષ ઉમેદવાર)એ ધાનેરામાં એક રેલીની આયોજન કરાયું હતું. જેમા મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા. જોકે આજની માવજીભાઈ દેસાઈની રેલીને જોઇ ભાજપ અને કોંગ્રેસની ઊંઘ ઉડી ગઇ હતી. કારણ કે, માવજીભાઈ દેસાઈની રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.
બનાસકાંઠા જીલ્લાની ધાનેરા વિધાનસભા બેઠક ગ્રામીણ બેઠક છે. આ વિધાનસભામાં ત્રણ તાલુકા દાંતીવાડા, ધાનેરા, પાલનપુરના એક ગામનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ 2,15,463 મતદારો છે. જેમાં 1,13,503 પુરુષ ઉમેદવાર છે. જયારે 1,01,958 મહિલા ઉમેદવાર છે. આ વિધાનસભા બેઠકમાં 244 પોલીંગ બુથ છે.
આ વિધાનસભા બેઠક પરના જાતિગત સમીકરણની વાત કરીએ તો ઠાકોર 21.8 ટકા, ચૌધરી 21.8 ટકા. બ્રાહ્મણ 8.7 ટકા, દલિત 13.0 ટકા, માલધારી 15.0 ટકા, અન્ય 17.0 ટકા છે. એટલે આ બેઠક પર જોવા જઈએ તો ચૌધરી પટેલ ઉમેદવારનો દબદબો રહ્યો છે.
ધાનેરા બેઠકનો રાજકીય ઈતિહાસ
ધાનેરા વિધાનસભા બેઠક પર યોજાયેલી છેલ્લી વિધાનસભા ચુંટણી 2017માં કોંગ્રેસના પટેલ નતાભાઈ હેગોલભાઈને 82,909 મતોથી જીત મળી હતી. જ્યારે 2012માં કોંગ્રેસના જોઈતાભાઈ પટેલે ભાજપના વસંતભાઈ પુરોહિતને 19 ટકા મતથી હરાવીને ચુંટણી જીતી હતી.
જયારે વર્ષ 2007માં ભાજપના મફતલાલ પુરોહિતે કોંગ્રેસના નાથાભાઈ પતરોડને 10 ટકા મતે હરાવીને આ બેઠક મેળવી હતી. ભાજપના ઉમેદવાર હરજીવનભાઇ હીરાભાઇ પટેલે વર્ષ 2002માં અને વર્ષ 1998માં એમ સતત બે ટર્મ સુધી જીત નોંધાવી હતી.
જ્યારે 1995માં કોંગ્રેસના ગવાભાઇ હમીરભાઇ રબારીએ 63,814 મતો સાથે સત્તાનું સુકાન સંભાળ્યું હતું. 1990માં ભાજપના ઉમેદવાર હરજીવનભાઇ હીરાભાઇ પટેલે 42,252 મતો સાથે કોંગ્રેસના ગોવાભાઇ હામીરાભાઇ દેસાઇને હરાવ્યા હતા.
વર્ષ 1980 અને વર્ષ 1985 એમ સતત બે ટર્મ સુધી જોતાભાઇ કસનાભાઇ પટેલે અનુક્રમે જેએનપી અને કોંગ્રેસમાંથી જીત મેળવી હતી. વર્ષ 1975માં કોંગ્રેસના ઉમેદવાર મનસુખલાલ જયશંકર દવે અને 1972માં કોંગ્રેસના દુલાભાઇ સાવજીભાઇ દેસાઇએ ધાનેરા બેઠક પર જીત મેળવી હતી.
જ્યારે 1967ની ચૂંટણીમાં આ બેઠક પર એસડબલ્યૂએના બી.જે જોશીના ફાળે ગઇ હતી. વર્ષ 1962માં કોંગ્રેસના સુરજમલ માવજીભાઇ શાહે આ બેઠક પર 10,665 મતો સાથે જીત નોંધાવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર