Hardik Patel wife Kinjal Patel: ગુજરાતમાં આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર એટલે કે કુલ 182 બેઠકોમાંથી 51 ટકા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
હાર્દિક પટેલ પર ખાસ નજર
આ વખતે હાર્દિક પટેલ પર ખાસ નજર રહેશે કારણ કે તેઓ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે. અને કોંગ્રેસમાથી પક્ષપલટો કર્યા બાદ આ તેઓની પહેલી ચૂંટણી હશે. હાર્દિકને વિશ્વાસ છે કે તેઓ ચૂંટણી જીતશે તેણે લોકોને ભાજપને મત આપવા અપીલ કરી હતી.
કિંજલ પટેલને વિશ્વાસ
તો બીજી તરફ તેની પત્ની કિંજલ પટેલે પણ આજે મહત્વનુ નિવેદન આપ્યું હતું. તેણે જણાવ્યુ હતું કે હાર્દિકને કોઈ ચેલેન્જ નથી. એને પડકારો પસંદ છે અને તે તમામ પડકારો છ્તા જીતી બતાવશે. અમે તો પરિણામોની રાહ જોઈ રહ્યા છે કારણ કે હાર્દિક જરૂર જીતશે.
Ahmedabad, Gujarat | This isn't a neck-to-neck fight, everyone is with Hardik. We're awaiting the results. Hardik likes challenges, & he'll overcome this challenge too. He'll definitely win: Kinjalben Patel, wife of BJP candidate from Viramgam Hardik Patel #GujaratAssemblyPollspic.twitter.com/4t4hhQ7Lma
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે, ત્યારે ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે મતદાન કર્યું છે. હાર્દિક પટેલે અમદાવાદના ચંદ્રનગર પ્રથામિક વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું. નોંધનીય છે કે, હાર્દિક પટેલ વિરમગામના ભાજપના ઉમેદવાર છે.
મતદાન માટે આટલું સાથે રાખજો આજે મતદાન કરવ જતાં પહેલા ફોટો ઓળખકાર્ડ-EPIC, આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ પાસબુક, હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન ડોક્યુમેંટ, સર્વિસ id વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી કોઈ ડૉક્યુમેન્ટ સાથે રાખવું પડશે. નહીં તો મત નહીં આપી શકાય.
" isDesktop="true" id="1294883" >
ત્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે યુવાનો અને નાગરિકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.
આજે મતદાનના અંતિમ તબક્કા માટે સવારથી મતદાન માટે મતદારોમાં ઉત્સાહ દેખાઇ રહ્યો છે. ઘણા મતદાન કેન્દ્રો પર સવારથી મતદારોની કતાર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદાનને પછાડે તેવો માહોલ દેખાઇ રહ્યો છે. શહેરી કરતા ગ્રામ્ય બેઠકો પર મતદાનમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે.
ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર એટલે કે કુલ 182 બેઠકોમાંથી 51 ટકા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.