Gujarat Jamnagar Election Results 2022 latest news: જામનગરની બેઠકમાં સાત વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં જામનગર શહેરની ત્રણ -ઉત્તર, દક્ષિણ અને ગ્રામ્ય ઉપરાંત કાલાવડ, ખંભાળિયા, દ્વારકા અને જામજોધપુર વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે
Jamnagar Election Results 2022: જામનગર આઝાદી પહેલા નવાનગર તરીકે ઓળખાતું સૌરાષ્ટ્રનું એક રજવાડું હતું. જામનગરની સ્થાપના જામ રાવળના હસ્તે ઇ.સ. 1540માં રંગમતિ અને નાગમતિ નદીઓના કિનારે થઈ હોવાનું ઇતિહાસકારો માને છે. તેથી જ આ પ્રદેશ બહુ જૂનો પણ નહિ, અને બહુ નવો પણ નહિ એવું કહી શકાય. કચ્છમાંથી આવેલા જાડેજા વંશના ક્ષત્રિયોએ કચ્છના કિનારેથી નાનું રણ ઓળંગીને સેના સાથે આવી અહીંના જેઠવા, દેદા, ચાવડા અને વાઢેર શાખાના રાજપુતોને હરાવીને નવાનગર રાજ્યની સ્થાપના કરી હતી. સૌરાષ્ટ્ર પ્રદેશમાં જાડેજાના સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટા રજવાડું રાજ્યો પૈકીનું એક હતું.
ગુજરાત વિધાનસભામાં હવે પહેલી વખત અધિકૃત રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ બેસશે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમા પણ ખાતું ખોલાવી દીધું છે.
જામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. અહી આપના ઉમેદવાર આહિર હેમંતભાઈ નો વિજય થયો છે.
તેઓને 55 હજારથી વધુ મતો મળ્યા હતા અને બીજા ક્રમે રહેલ ભાજપ ઉમેદવાર ચીમનભાઈને તેઓએ પછાડ્યા હતા. તેમણે 49% ટકા અને ભાજપના ઉમેદવાર ચીમનભાઈએ 38% થી વધારે મત મેળવ્યા હતા.
તો બીજી તરફ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાર ભણી જઇ રહ્યા છે.
જામનગર ઉત્તરથી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા આગળ ચાલી રહ્યા છે.
બપોરે બાર વાગ્યા બાદ
રિવાબા જાડેજા જામનગરમાં 34319 વોટથી આગળ ચાલી રહ્યા છે, જ્યાં તેમને 53.05 ટકા વોટ મળ્યા છે.
કાલાવાડથી મેઘજી ચાવડા 29005થી આગળ ચાલી રહ્યા છે, જ્યાં તેમને 47.37 ટકા વોટ મળ્યા છે.
આહીર હેમંતભાઈ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર છે, જે 44818 વોટથી આગળ ચાલી રહ્યા છે, જેમને 50.43 ટકા વોટ મળ્યા છે.
શરૂઆતના વલણ બાદ
કાલાવડ બેઠક પર ભાજપના મેઘજી ચાવડા આગળ ચાલે છે.
જામનગર ગ્રામ્ય બેઠક પર કૃષિ મંત્રી રાઘવજી પટેલ આગળ હોવાના સમાચાર છે.
જામનગર દક્ષિણમાં ભાજપના દિવ્યેશ અકબરી આગળ
સાત વિધાનસભા બેઠકો
જામનગરના રજવાડાની જેમ રાજનૈતિક ઇતિહાસ પણ ઘણો રોચક છે. જામનગરની બેઠકમાં સાત વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં જામનગર શહેરની ત્રણ -ઉત્તર, દક્ષિણ અને ગ્રામ્ય ઉપરાંત કાલાવડ, ખંભાળિયા, દ્વારકા અને જામજોધપુર વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે
રિવાબા જાડેજા પર રહેશે નજર
પ્રખ્યાત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ઉત્તરથી ચૂંટણી લડી રહ્યા છે. રીવાબા જાડેજાએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ‘રવિન્દ્ર જાડેજા મારા માટે બુસ્ટર ડોઝ છે. તેમણે કહ્યું કે જામનગર ઉત્તરમાં ભાભી અને ભાભી વચ્ચે કોઈ લડાઈ નથી. અમે બંને અલગ અલગ વિચારધારામાં માનીએ છીએ.’ રવિન્દ્ર જાડેજાની બહેન નયના પણ રાજકારણમાં છે. નયના જામનગરમાં મહિલા કોંગ્રેસ પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. તેથી, વિવિધ પક્ષોમાં હોવાને કારણે તેમની વચ્ચે ચૂંટણીને લઈને ખેંચતાણ હોવાની શક્યતાઓ સતત વ્યક્ત કરવામાં આવી રહી છે.
રવિન્દ્ર જાડેજાનું રિવાબાને સંપૂર્ણ સમર્થન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ઉત્તરથી ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ પોતાના પતિ રવિન્દ્ર જાડેજા તરફથી મળેલા સમર્થન પર એક મજેદાર વાત કરી છે. તેમણે કહ્યુ કે, ‘જ્યારે હું નોમિનેશન માટે ગઈ હતી ત્યારે રવિન્દ્ર જાડેજા મારી સાથે હતા અને તેમણે દરેક વખતે મારો સાથ આપ્યો છે. તેમને રવિન્દ્ર જાડેજા તરફથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે.
દેવ મંદિરો અને ધાર્મિક સ્થળોના વૈવિધ્યને કારણે છોટીકાશી તરીકે ઓળખાતા જામનગર શહેરમાં એક સમયે સૂર્યઉર્જા દ્વારા સંચાલિત ચિકિત્સા જે દેશભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હતું. જામનગર દક્ષિણની સીટ પર સૌથી વધુ પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે.
અંદાજિત 27000 પાટીદાર મતદારો જામનગર દક્ષિણ બેઠકમાં સમાવિષ્ટ છે, જે સીટ પર પૂર્વ કૃષિમંત્રી આર.સી. ફળદુ ધારાસભ્ય છે. ફળદુ પોતે પણ પાટીદાર છે, તેથી પટેલ સમાજની વોટબેંક પર સારી પકડ ધરાવે છે.
જામનગરના ધારાસભ્ય આર.સી. ફળદુ અગાઉ ગુજરાતના બે વાર પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને તેઓ સીધી રીતે ઓળખે છે. ફળદુને સંગઠન અને સરકારનો અનુભવ છે. આ બેઠકમાં શહેરના વોર્ડ નંબર 6, 7, 8,9, 10, 11, 12, 13, 14, 15, 16, 17નો સમાવેશ કરવામાં આવે છે.
આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ. " isDesktop="true" id="1296799" >
બે બેઠક પર 80%થી વધુ મતદાન
આ વખતનાં ગુજરાત ચૂંટણીમાં મતદાનનાં આંકડા તપાસીએ તો, થરાદ અને ડેડિયાપાડા બે બેઠક પર 80 ટકાથી વધુ મતદાન થયું છે. જ્યારે 70 ટકાથી વધુ મતદાન થયું હોય તેવા માત્ર પાંચ જિલ્લા છે. જેમાં નર્મદા, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. 60થી 69 ટતા મતદાન નોંધાયું હોય તેવા 22 જિલ્લા છે. આ ઉપરાંત સૌથી વધુ મતદારો ધરાવતા અમદાવાદ જિલ્લામાં માત્ર 59.05 ટકા મતદાન નોંધાયું છે. આ મતદાનમાં બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ 86.91 ટકા મતદાન થયું છે. જ્યારે ગાંધીધામમાં સૌથી ઓછું 47.86 ટકા મતદાન થયું છે.