Home /News /gujarat /બનાસકાંઠા: થરાદમાં શંકર ચૌધરીની શાનદાર જીત, આમ આદમી પાર્ટીને 150 વોટ પણ ન મળ્યા
બનાસકાંઠા: થરાદમાં શંકર ચૌધરીની શાનદાર જીત, આમ આદમી પાર્ટીને 150 વોટ પણ ન મળ્યા
બનાસકાંઠાની થરાદ બેઠકનું રિઝલ્ટ
બનાસકાંઠાની થરાદ બેઠક પરથી શંકર ચૌધરી 12માં રાઉન્ડમાં શાનદાર લીડ સાથે આગળ ચાલી રહ્યા હતા, જેમણે ભવ્ય વિજય મેળવ્યો છે. શંકર ચૌધરીને 79518 વોટ સાથે સૌથી આગળ ચાલી રહ્યા હતા.
થરાદ: બનાસકાંઠાની થરાદ બેઠક પરથી શંકર ચૌધરી 12માં રાઉન્ડમાં શાનદાર લીડ સાથે આગળ ચાલી રહ્યા હતા, જેમણે ભવ્ય વિજય મેળવ્યો છે. શંકર ચૌધરીને 79518 વોટ સાથે સૌથી આગળ ચાલી રહ્યા હતા. જ્યાં તેમની જીત થઈ છે. શંકર ચૌધરીને 57.83 ટકા વોટ મળ્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી ગુલાબ સિંહ રાજપૂતને 53203 વોટ મળ્યા છે અને તેમને 38.69 ટકા વોટ મળ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના વીરચંદ ભાઈ ચાવડાને ફક્ત 107 મત મળ્યા છે. અને 0.08 ટકા જ વોટ તેમને મળ્યા છે.
2017ના ચૂંટણી પરિણામ પર એક નજર
ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.