Home /News /gujarat /મહેસાણા: ઊંઝા,વિસનગર, ખેરાલુ અને બેચરાજીમાં ભાજપ આગળ, વિજાપુરમાં કોંગ્રેસ આગળ
મહેસાણા: ઊંઝા,વિસનગર, ખેરાલુ અને બેચરાજીમાં ભાજપ આગળ, વિજાપુરમાં કોંગ્રેસ આગળ
મહેસાણાની સીટ પર ચૂંટણી પરિણામ
ગુજરાતના રાજકારણમાં મહેસાણા વિધાનસભા બેઠક પરની ચુંટણી તમામ રાજકીય પક્ષો માટે રસાકસીભરી બની રહેશે. રાજ્યમાં રાજકીય હલચલ મચાવી દેનાર પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર એવા મહેસાણા પર હાલ તમામ રાજકીય પક્ષોની નજર છે.
મહેસાણા: ગુજરાતના રાજકારણમાં મહેસાણા વિધાનસભા બેઠક પરની ચુંટણી તમામ રાજકીય પક્ષો માટે રસાકસીભરી બની રહેશે. રાજ્યમાં રાજકીય હલચલ મચાવી દેનાર પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર એવા મહેસાણા પર હાલ તમામ રાજકીય પક્ષોની નજર છે.
મહેસાણા,ઉંઝા,વિસનગર,ખેરાલુ, બેચરાજીમાં ભાજપ આગળ, વિજાપુરમાં કોંગ્રેસ આગળ
ભાજપના સરદારભાઈ ચૌધરી આગળ
જોઈ લો કોણ આગળ, કોણ પાછળ
વિધાનસભા સીટ
ભાજપ
કોંગ્રેસ
આમ આદમી પાર્ટી
આગળ
પાછળ
ખેરાલુ
સરદાર ચૌધરી
મુકેશ દેસાઈ
દિનેશજી ઠાકોર
ઊંઝા
કિરીટ પટેલ
અરવિંદ પટેલ
ઉર્વિશ પટેલ
વિસનગર
ઋષિકેશ પટેલ
કિરીટ પટેલ
જયંતિ પટેલ
બેચરાજી
સુખાજી ઠાકોર
અમૃતજી ઠાકોર
સાગર રબારી
કડી
કરશન સોલંકી
પ્રવિણ પરમાર
હરગોવન ડાભી
મહેસાણા
મુકેશ પટેલ
પીકે પટેલ
દિશાંત પટેલ
વિજાપુર
રમણ પટેલ
સીજે ચાવડા
ચિરાગ પટેલ
મહેસાણાની આ સાત સીટ ખેરાલુ, ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મેહસાણા, વિજાપુર સીટ પર સૌની નજર રહેવાની છે.
મહેસાણાની ગાદી પર રહ્યો છે ભાજપનો દબદબો
રાજકીય લેબોરેટરી તરીકે ઓળખાતી મહેસાણા વિધાનસભાની બેઠક માટે સૌ પ્રથમ 58 વર્ષ અગાઉ સને 1962માં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. મહેસાણા વિધાનસભાની બેઠક પર પ્રથમ ધારાસભ્ય તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહિલા ઉમેદવાર શાંતાબેન પટેલ ચૂંટાઈ આવ્યા હતા.
રાજકીય સમીક્ષા માટે મહત્વપૂર્ણ ગણાતી મહેસાણા વિધાનસભાની ચૂંટણીઓ અત્યાર સુધી 14 વખત યોજાઈ ચૂકી છે. જેમાં મતક્ષેત્રને બે મહિલા સહિત 9 ધારાસભ્યો મળ્યા છે. વર્ષ 1962થી 1990 સુધી સ્વતંત્ર પાર્ટી સહિત કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો. ત્યારબાદ વર્ષ 1990થી રાજકીય સમીકરણ બદલાતાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ બનાવી દીધો છે.
મહેસાણામાં ચૂંટણીના ઇતિહાસ પર નજર
મહેસાણા વિધાનસભા મતક્ષેત્ર માટે સૌ પ્રથમ વખત સને 1962માં ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રસ પક્ષના મહિલા ઉમેદવાર શાંતાબેન પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ સને 1967માં સ્વતંત્ર પાર્ટીના કાન્તીલાલ યાજ્ઞિક, સને 1972માં કોંગ્રેસના દયાશંકર ત્રિવેદી, સને 1975 તેમજ 1980માં કોંગ્રેસના ભાવસિંહજી ઝાલા, સને 1981માં યોજાયેલ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના રૂપકુંવરબા ઝાલા તેમજ સને 1985માં કોંગ્રસના મણીલાલ પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
ત્યારબાદ મહેસાણા વિધાનસભા મતક્ષેત્રમાં રાજકીય પરિવર્તન સાથે ભાજપના સૂર્યનો ઉદય થયો હતો. વર્ષ 1990માં યોજાયેલ મહેસાણા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં પાટીદાર સમાજમાંથી આવતાં અને ભાજપના ઉમેદવાર ખોડાભાઈ પટેલે પહેલી વખત વિજેતા બન્યા હતા.
ત્યારબાદ વર્ષ 1995 અને વર્ષ 1998માં યોજાયેલી ચૂંટણીઓમાં સળંગ બે ટર્મ સુધી ખોડાભાઈ પટેલ જીત્યા હતા. આ દરમિયાન મહેસાણા બેઠક પર ભાજપની પકડ મજબૂત થઈ હતી. ત્યારબાદ વર્ષ 2002 અને વર્ષ 2007માં અનીલભાઈ પટેલને ટિકિટ અપાઈ હતી અને તેઓ પણ વિજયી બન્યા હતા.
મહેસાણા વિધાનસભા મતક્ષેત્ર માટે છેલ્લા બે ટર્મ વર્ષ 2012 તેમજ વર્ષ 2017માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપમાંથી નીતિનભાઈ પટેલ પર પસંદગી ઉતારવામાં આવી હતી. જેમાં તેઓએ બદલાયેલ રાજકીય અને સામાજિક સમીકરણ વચ્ચે પણ ભાજપનો દબદબો જાળવી રાખ્યો હતો. હવે, આગામી વર્ષ 2022માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં કયો રાજકીય પક્ષ કયા ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારશે તેના પર સૌની મીટ અત્યારથી મંડાઈ છે.
મહેસાણા બેઠકના જાતિગત સમીકરણો
મહેસાણા વિધાનસભા મતક્ષેત્રમાં ધારાસભ્યો માટે યોજાયેલી ચૂંટણીઓ મતદારોનો ટ્રેન્ડ તેમજ રાજકીય સમીકરણ રાજકીય વિશ્લેષકો માટે પણ કોયડા સમાન રહ્યો છે. મહેસાણા વિધાનસભા મતક્ષેત્ર માટે યોજાયેલ અત્યાર સુધીની ચૂંટણીમાં પાટીદાર સમાજનો દબદબો જોવા મળ્યો છે. સને 192થી સને 2017 સુધી 14 વખત યોજાયલ વિધાનસભાની ચૂંટણીમાં મહેસાણાને પાંચ પાટીદાર, બે બ્રાહ્મણ તેમજ બે રાજપૂત સમાજમાંથી ધારાસભ્ય મળ્યા છે. જેમાં કોંગ્રેસમાંથી એક-એક પાટીદાર તેમજ રાજપૂત મહિલા ધારાસભ્યનો પણ સમાવેશ થાય છે.
વર્ષ 1990માં પ્રથમ વાર ખીલ્યું કમળ
મહેસાણા વિધાનસભા બેઠક પર વર્ષ 1990 સુધી લગભગ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો. ત્યારબાદ વર્ષ 1990માં યોજાયેલ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પહેલી વખત ભાજપનું કમળ ખિલ્યું હતું. પાટીદાર સમાજમાંથી આવતાં અને ભાજપના ઉમેદવાર ખોડાભાઈ પટેલે વર્ષો બાદ કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી લઈ ભાજપના પહેલાં ધારાસભ્ય તરીકે રેકર્ડ નોંધાવ્યો હતો. ત્યારબાદ ગત વર્ષ 2017 સુધી યોજાયેલ ચૂંટણીમાં ભાજપે વિજયીનો સિલસીલો ચાલુ રાખ્યો છે.
મહેસાણા બેઠક પર મતદારોનું ગણિત
મહેસાણા વિધાનસભા બેઠકના જાતિગત ગણિતની વાત કરીએ તો જણાશે કે કુલ મતદારોમાં અંદાજિત પાટીદાર 22.6 ટકા, ઠાકોર 15.8 ટકા, સવર્ણ 12.9 ટકા, ક્ષત્રિય 2.3 ટકા, ચૌધરી 3.4 ટકા. ઓબીસી 14.2 ટકા, મુસ્લિમ 5.6 ટકા, દલિત 11.7 ટકા છે. જોવા જઈએ તો આ બેઠક પાટીદાર ઉપરાંત સવર્ણ મતદારો પણ એટલાં જ પ્રભાવી જોવા મળે છે. આ બેઠક પર કુલ 2,16,149 મતદારો છે. જેમાં 1,12,658 પુરુષ મતદારો અને 1,03,497 મહિલા મતદારો છે. જેમાં 229 પોલીંગ બુથ છે.
મહેસાણા બેઠક ચૂંટણી અને વિજેતા
ચૂંટણી વર્ષ
જીતનાર ઉમેદવાર
પક્ષ
2017
નિતીનભાઇ રતિલાલ પટેલ
BJP
2012
નિતીન પટેલ
BJP
2007
અનિલકુમાર પટેલ
BJP
2002
અનિલકુમાર પટેલ
BJP
1998
ખોડાભાઇન એન. પટેલ
BJP
1995
ખોડાભાઇન એન. પટેલ
BJP
1990
ખોડાભાઇન એન. પટેલ
BJP
1985
મણીલાલ વિરચંદદાસ પટેલ
INC
1981 (પેટા ચૂંંટણી)
એ. આર. ભાવસિંહજી
INC
1980
ભાવસિંહજી ધનસિંહજી ઝાલા
INC
1975
ભાવસિંહજી ધનસિંહજી ઝાલા
INC
1972
દયાશંકર ટી. ત્રિવેદી
INC
1967
કે. જે યાજ્ઞિક
SWA
1962
શાંતિબેન ભોલાભાઇ પટેલ
INC
મહેસાણા બેઠક પર થયેલા રાજકીય વિવાદો
કોંગ્રેસ શાસિત મહેસાણા તા.પં.માં વર્ષ 2019માં અઢી વર્ષની ટર્મ પૂરી થયા બાદ નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ ત્યારથી આંતરિક જૂથવાદ ઉકળ્યો હતો. પ્રમુખ વિનુભા ઝાલા અને ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની એક દરખાસ્ત નિયત નમૂનામાં ન હોવાથી બુમરેંગ સાબિત થયા બાદ ફરીથી કોંગ્રેસના 8, ભાજપના 8 અને એક અપક્ષે અવિશ્વાસની અલગ અલગ બે દરખાસ્ત રજૂ કરી હોઈ આંતરિક ડખો સપાટી પર આવી ગયો હતો.
મહેસાણા જિલ્લામાં વર્ષ 2017માં ઉના કાંડ અને બનાસકાંઠાના દલિત પરિવારને ન્યાય અપાવવા મામલે દલિત સમાજના આગેવાન એવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી , પાટીદાર આગેવાન એવા હાલના NCP નેતા રેશ્મા પટેલ અને કૈનૈયા કુમાર દ્વારા મંજૂરી વિના જ સભા આયોજિત કરી રેલી કાઢવામાં આવી હતી. મંજૂરી વગરની રેલી કાઢતા દાખલ ફરીયાદના આધારે મહેસાણા કોર્ટે ગુન્હામાં સામેલ પુરાવા અને સરકારી વકીલની દલીલો આધારે ધારાસભ્ય મેવાણી અને રેશ્મા પટેલ સહિત 10 આરોપીઓને 3 માસની કેદ અને 1 હજાર દંડની સજા સંભળાવતા ચૂંટણી પહેલા રાજકિય ભૂકંપ સર્જાયો હતો.
મહેસાણાને રાજકીય લેબોરેટરી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહેસાણામાં રાજકીય પડઘો બાદમાં રાજ્ય અને દેશમાં ગૂંજતો હોય છે. આગામી ચૂંટણીને લઇને પણ મહેસાણા બેઠકને હોટ માનવામાં આવી રહી છે. વર્તમાન ધારાસભ્ય નીતિન પટેલને ચાલુ રાખવામાં આવે છે કે એમના સ્થાને કોણ આવે છે એ પણ એક ચર્ચાનો મુદ્દો છે.