Gujarat Rajkot Election Result 2022 Latest news: રાજકોટ જિલ્લામાં કુલ 8 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. અહી ધોરાજી બેઠક પરથી લલિત વસોયાએ હાર સ્વીકારી હતી અને આપને જવાબદાર ગણાવી હતી.
ધોરાજીમાં લલિત વસોયાએ હાર સ્વીકારી છે. તેઓની સામે ભાજપ ઉમેદવારે સરસાઈ મેળવી લીધી છે.
મારી બેઠક પર આમ આદમી પાર્ટી કૉંગ્રેસને નુકસાન કરી રહી છે. હું સ્પષ્ટ પણે કહું તો આમ આદમી પાર્ટીને કારણે હું ધોરાજી-ઉપલેટાની બેઠક હારી રહ્યો છું. આમ આદમી પાર્ટી કૉંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહી છે. કૉંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનનો કોઈ સવાલ જ નથી. આમ આદમી પાર્ટી ભાજપના ઈશારે કૉંગ્રેસને નુકસાન પહોંચાડવા માટે ચૂંટણી લડવા આવી છે.- લલીત વસોયા
રાજકોટની જસદણ બેઠક પરથી કુંવરજી બાવળીયા અને દક્ષિણમાં રમેશ ટીલાળા આગળ ચાલી રહ્યા હતા.
તો પશ્ચિમમાં દર્શિતા શાહ પણ આગળ ચાલી રહ્યા હતા.
સાથે જસદણથી ભાજપના જયેશ રાડદિયા પણ આગળ ચાલી રહ્યા છે.
વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસમાંથી ઇન્દ્રનીલ રાજ્યગુરૂને ટિકિટ આપવામાં આવી હતી. તેમાં ભાજપના વિજય રૂપાણી જીત્યા હતા અને ફરી મુખ્યમંત્રી બન્યા હતા.
આ આઠ બેઠકોમાં કાંટાની ટક્કર રાજકોટ પૂર્વમાં થશે કારણ કે અહીં આપના પૂર્વ નેતા ઇંદ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાંથી અને ભાજપના ઉદય કાનગડ અને આપ નેતા રાહુલ ભુવા વચ્ચે કાંટાની ટક્કર છે.
હાલ રાજકોટ પૂર્વ વિધાનસભા ઇન્દ્રનીલ રાજ્યગુરુ કાઉન્ટિંગ સેન્ટર પહોંચ્યા હતા અને તેમણે જીતની આશા વ્યક્ત કરી હતી. આ સાથે જસદણ વિધાનસભાના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા કાઉન્ટિંગ સેન્ટર પહોંચ્યા હતા. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, હું ચોક્કસ જીતી જઈશ. આ ઉપરાંત વાઇરલ ઓડિયો કલીપ મામલે કહ્યું હતું કે, ઓડિયોથી થોડી અસર તો થશે. પરંતુ હું જીતીશ તો મારા વિસ્તારમાં વિકાસના કામો કરીશ.
" isDesktop="true" id="1296809" >
આ ઉપરાંત ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા મત ગણતરી મથકે પહોંચ્યા હતા અને તેમણે 8થી 10 હજારના મતથી વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.