Home /News /gujarat /અમદાવાદ: સાબરમતી બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષદ પટેલની જીત

અમદાવાદ: સાબરમતી બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષદ પટેલની જીત

સાબરમતી બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષદ પટેલની જીત થઇ છે.

Gujarat election result 2022 live updates: સાબરમતી બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષદ પટેલની જીત થઇ છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દિનેશ મહિડાની હાર થઇ છે.

    અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. આજે સવારના 8 કલાકથી ગણતરી ચાલી રહી છે, ત્યારે સાબરમતી બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષદ પટેલની જીત થઇ છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દિનેશ મહિડાની હાર થઇ છે.

    આ બેઠક પર 55.72 ટકા મતદાન થયું હતું

    અમદાવાદની સાબરમતી બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષદ પટેલની જીત થઇ છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ મહિડા મેદાને હતા. નોંધનીય છે કે, આ બેઠક પર 1,55,487 વોટ પડ્યા હતા. ટકાવારી પ્રમાણે આ બેઠક પર 55.72 ટકા મતદાન થયું હતું. સાબરમતી બેઠક પર કુલ 2,79,055 મતદારો છે. જેમાં 1,46,241 પુરુષ મતદારો અને 1,32,798 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

    2017-2012માં પણ ભાજપની થઇ હતી જીત

    બીજી બાજુ, ગત 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પર ભાજપની જીત થઇ હતી. 2017માં આ બેઠક પર 65.91% ટકા મતદાન થયું હતું. જ્યારે 68,810 મતોથી ભાજપની જીત થઇ હતી. આવી રીતે જ વર્ષ 2012માં પણ ભાજપની જીત થઇ હતી. 2012માં આ બેઠક પર 70.38% ટકા મતદાન થયું હતું. જ્યારે 67,583 મતોથી ભાજપની જીત થઇ હતી.

    અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો પર 59.05 ટકા મતદાન

    અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો પર 59.05 ટકા મતદાન થયું હતું. જ્યારે જિલ્લામાં કુલ 35,45,691 મતો પડ્યા હતા. જિલ્લાની બેઠકોની વાત કરીએ તો, વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઇવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઇ, ઘોળકા, ધંધૂકાનો સમાવેશ થાય છે.

    સરેરાશ મતદાન 64.33 ટકા

    આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Election Results 2022, Gujarat Assembly Election 2022

    विज्ञापन
    विज्ञापन