ભાજપે અસારવા બેઠક પર જીત મેળવી જીતની શરૂઆત કરી છે.
Gujarat election result 2022 live updates: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. આજે સવારના 8 કલાકથી ગણતરી ચાલી રહી છે, ત્યારે ભાજપે જીતનું ખાતું ખોલ્યું છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. આજે સવારના 8 કલાકથી ગણતરી ચાલી રહી છે, ત્યારે ભાજપે જીતનું ખાતું ખોલ્યું છે. ભાજપે અસારવા બેઠક પર જીત મેળવી જીતની શરૂઆત કરી છે. અહીં મહિલા ઉમેદવાર દર્શનાબેન વાઘેલાએ જીત નોંધાવી છે.
આ બેઠક પર 56.59 ટકા મતદાન મળ્યા હતા
અમદાવાદની અસારવા બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શનાબેન વાઘેલાની જીત થઇ છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર વિપુલ પરમાર મેદાને હતા. નોંધનીય છે કે, આ બેઠક પર 1,23,391 વોટ પડ્યા હતા. ટકાવારી પ્રમાણે આ બેઠક પર 56.59 ટકા મતદાન થયું હતું. અસારવાર (SC) બેઠક પર કુલ 2,18,031 મતદારો છે. જેમાં 1,13,345 પુરુષ મતદારો અને 1,04,681 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
2017-2012માં પણ ભાજપની થઇ હતી જીત
બીજી બાજુ, ગત 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પર ભાજપની જીત થઇ હતી. 2017માં આ બેઠક પર 65.58 ટકા મતદાન થયું હતું. જ્યારે 49,264 મતોથી ભાજપની જીત થઇ હતી. આવી રીતે જ વર્ષ 2012માં પણ આ બેઠક પર ભાજપનો કબ્જો રહ્યો હતો. 2012માં આ બેઠક પર 67.85 ટકા મતદાન થયું હતું અને 35,045 મતોની લીડથી ભાજપે જીત હાંસલ કરી હતી.
સરેરાશ મતદાન 64.33 ટકા
આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ.
આ પણ વાંચો: 132 બેઠકો પર ભાજપ, 41 બેઠકો પર કોંગ્રેસ, આપ એક બેઠક પર આગળ
બે બેઠક પર 80%થી વધુ મતદાન
આ વખતનાં ગુજરાત ચૂંટણીમાં મતદાનનાં આંકડા તપાસીએ તો, થરાદ અને ડેડિયાપાડા બે બેઠક પર 80 ટકાથી વધુ મતદાન થયું છે. જ્યારે 70 ટકાથી વધુ મતદાન થયું હોય તેવા માત્ર પાંચ જિલ્લા છે. જેમાં નર્મદા, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. 60થી 69 ટતા મતદાન નોંધાયું હોય તેવા 22 જિલ્લા છે. આ ઉપરાંત સૌથી વધુ મતદારો ધરાવતા અમદાવાદ જિલ્લામાં માત્ર 59.05 ટકા મતદાન નોંધાયું છે. આ મતદાનમાં બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ 86.91 ટકા મતદાન થયું છે. જ્યારે ગાંધીધામમાં સૌથી ઓછું 47.86 ટકા મતદાન થયું છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર