AAP First Seat In Gujarat: ગુજરાત વિધાનસભામાં હવે પહેલી વખત અધિકૃત રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ બેસશે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમા પણ ખાતું ખોલાવી દીધું છે.
આહિર હેમંતભાઈ નો વિજય
જામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. અહી આપના ઉમેદવાર આહિર હેમંતભાઈ નો વિજય થયો છે.
તેઓને 55 હજારથી વધુ મતો મળ્યા હતા અને બીજા ક્રમે રહેલ ભાજપ ઉમેદવાર ચીમનભાઈને તેઓએ પછાડ્યા હતા. તેમણે 49% ટકા અને ભાજપના ઉમેદવાર ચીમનભાઈએ 38% થી વધારે મત મેળવ્યા હતા.
તો બીજી તરફ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાર ભણી જઇ રહ્યા છે.
સરેરાશ મતદાન 64.33 ટકા
આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ.
આ વખતનાં ગુજરાત ચૂંટણીમાં મતદાનનાં આંકડા તપાસીએ તો, થરાદ અને ડેડિયાપાડા બે બેઠક પર 80 ટકાથી વધુ મતદાન થયું છે. જ્યારે 70 ટકાથી વધુ મતદાન થયું હોય તેવા માત્ર પાંચ જિલ્લા છે. જેમાં નર્મદા, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. 60થી 69 ટતા મતદાન નોંધાયું હોય તેવા 22 જિલ્લા છે.
આ ઉપરાંત સૌથી વધુ મતદારો ધરાવતા અમદાવાદ જિલ્લામાં માત્ર 59.05 ટકા મતદાન નોંધાયું છે. આ મતદાનમાં બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ 86.91 ટકા મતદાન થયું છે. જ્યારે ગાંધીધામમાં સૌથી ઓછું 47.86 ટકા મતદાન થયું છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર