GUJARAT ASSEMBLY ELECTION RESULTS: આમ આદમી પાર્ટીએ ગઇકાલે MCDમાં પણ જીતનો ઝંડો લહેરાવ્યો છે. આવી સ્થિતિમાં પાર્ટી અને પાર્ટી સાથે જોડાયેલા લોકોનું મનોબળ ઘણું વધી ગયું છે. તો બીજી તરફ આજે આમ આદમી પાર્ટીના કાર્યાલયથી જે સમાચાર આવી રહ્યા છે તે જાણીને નવાઈ લાગે એમ છે.
આજે વિધાનસભા ચૂંટણીના પરિણામ પહેલા જ આમ આદમી પાર્ટીના કાર્યાલય પર ખાસ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં લખ્યું હતું કે - 'આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પક્ષ બનવા પર તમામ દેશવાસીઓને અભિનંદન'.
આ ચૂંટણી બાદ આપ જો રાષ્ટ્રીય પક્ષ બને તો કઈ શરતો પૂરી થાય. રાષ્ટ્રીય પક્ષ બનવા માટેની ત્રણ મુખ્ય શરતો અથવા લાયકાત પૈકીની એક એ છે કે, કોઈપણ રાજકીય પક્ષે ચાર લોકસભા બેઠકો અથવા ચાર કે તેથી વધુ રાજ્યો ઉપરાંત લોકસભામાં 6 ટકા મત જીતવા જોઈએ. વિધાનસભાની ચૂંટણીમાં કુલ 6 ટકા કે તેથી વધુ વોટ શેર એકત્રિત કર્યા હોવા જોઈએ.
આ તરફ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત સાથે દેશને આમ આદમી પાર્ટીના રૂપમાં એક નવો રાષ્ટ્રીય રાજકીય પક્ષ મળશે. બંને રાજ્યોના પરિણામોમાં જરૂરી શરતો પૂરી કર્યા બાદ આઠમા રાષ્ટ્રીય પક્ષ તરીકે AAPના પ્રવેશનો માર્ગ મોકળો થઈ જશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Aaam Aadmi Party, AAP Gujarat, Gujarat AAP