Home /News /gujarat /Gujarat Election Result 2022: ભાજપની આંધી સામે ઊડી ગયું ઝાડુ! આપના દિગ્ગજ નેતાઓ હાર્યા, તમામ દાવા પોકળ
Gujarat Election Result 2022: ભાજપની આંધી સામે ઊડી ગયું ઝાડુ! આપના દિગ્ગજ નેતાઓ હાર્યા, તમામ દાવા પોકળ
ગુજરાતમાં આપના સુપડા સાફ
Gujarat Election Result 2022 Live: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ના પરિણામ જાણીને આમ આદમી પાર્ટીને જોરદાર ઝટકો લાગ્યો હશે. કારણ કે તેના દિગ્ગજ નેતાઓ હારી ગયા છે.
BJP Wins Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નો પ્રચંડ વિજય થયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. તો આ સાથે પ્ર્ધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહેલી વાત સાચી પડી છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. ભાજપ એક જંગી બહુમતી સાથે જીત્યું છે.
આપના દિગ્ગજ નેતાઓ હાર્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપના સુપડા રીતસર સાફ થઈ ગયા છે. એટલું જ નહીં તેના કારણે કોંગ્રેસને પણ મોટો ફટકો પડ્યો છે.
આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીનો ખંભાળિયામાંથી પરાજય થયો છે. ઇસુદાન ગઢવી સામે ભાજપના મુળુભાઇનો વિજય થયો છે.
તો બીજી તરફ વરાછામાંથી અલ્પેશ કથીરિયાનો પરાજય થયો છે. અલ્પેશ પાટીદાર નેતા હોવાના કારણે જીતી જશે એવું લાગતું હતું પણ એવું બન્યું નથી. તેઓની સામે કુમાર કણાનીનો વિજય થયો છે.
તો બીજી તરફ પાટીદાર નેતા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંયોજક ગોપાલ ઇટાલીયા પણ કતારગામ બેઠક પરથી હાર્યા છે. તેઓની સામે ભાજપના વિનોદભાઇનો વિજય થયો છે.
આહિર હેમંતભાઈ નો વિજય
જામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. અહી આપના ઉમેદવાર આહિર હેમંતભાઈ નો વિજય થયો છે.
તેઓને 55 હજારથી વધુ મતો મળ્યા હતા અને બીજા ક્રમે રહેલ ભાજપ ઉમેદવાર ચીમનભાઈને તેઓએ પછાડ્યા હતા. તેમણે 49% ટકા અને ભાજપના ઉમેદવાર ચીમનભાઈએ 38% થી વધારે મત મેળવ્યા હતા.
તો બીજી તરફ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાર ભણી જઇ રહ્યા છે.
ભૂપેન્દ્ર-નરેન્દ્રની જોડી પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નામે એક મોટો રેકોર્ડ નોંધાયો છે કે જેને આજદિન સુધી કોઈ નથી તોડી શક્યું. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ માધવસિંહ સોલંકીના નામે છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર સભાઓમાં ગુજરાતની જાણતાને અપીલ કરી હતી કે આ વખતે ભૂપેન્દ્રએ નરેન્દ્રના તમામ રેકોર્ડ તોડવાના છે. અને આ વાત સાચી પડતી જણાઈ રહી છે.
ઐતિહાસિક રેકોર્ડ
માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ 182 બેઠકમાંથી 149 બેઠકો જીતી હતી. માધવસિંહ સોલંકી 1976માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ કૉંગ્રેસ પાર્ટીના નેતા તરીકે તેઓ 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 1985ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સૌથી વધુ 149 બેઠકો જીતાડીને ગુજરાતમાં કૉંગ્રેસનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે. માધવસિંહનો આ રેકોર્ડ આજ દિન સુધી કોઈ નથી તોડી શક્યું.
ગુજરાત વિધાનસભામાં હવે પહેલી વખત અધિકૃત રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ બેસશે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમા પણ ખાતું ખોલાવી દીધું છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર