Home /News /gujarat /કચ્છ: ગાંધીધામ મત ગણતરી કેન્દ્ર પર મોટો હોબાળો, કોંગ્રેસ ઉમેદવારે ગળેટુંપો ખાવાનો પ્રયાસ કર્યો

કચ્છ: ગાંધીધામ મત ગણતરી કેન્દ્ર પર મોટો હોબાળો, કોંગ્રેસ ઉમેદવારે ગળેટુંપો ખાવાનો પ્રયાસ કર્યો

કચ્છની તમામ 6 સીટ પર પરિણામ લાઈવ અપડેટ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની મતગણતરી શરુ થઈ ગઈ છે. ગુજરાતની 182 સીટોમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ચૂંટણી થઈ હતી. હાલમાં આ તમામ સીટો પર મતગણતરી થઈ રહી છે.

    અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની મતગણતરી થોડી વારમાં શરુ થવાની છે. ગુજરાતની 182 સીટોમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ચૂંટણી થઈ હતી. સૌથી વિશ્વસનિય અને ઝડપી પરિણામો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

    ગાંધીધામ મતગણતરી કેન્દ્ર પર મોટો હોબાળો થયો છે. કોંગ્રેસ ઉમેદવાર ભરત સોલંકીએ ગણતરી કેન્દ્રમાં જ ગળેટુંપો ખાવાનો પ્રયાસ કર્યો છે. જ્યાં અનેક રાઉન્ડથી ઈવીએમ મશીન પર સીલ, સહી સિક્કામાં તફાવત હોવાથી આક્ષેપો થતાં હતા. ફરજ પર હાજર કર્મચારીઓએ કોઈ પગલાં ન લેતા ધરણાં પર બેસવા છતાં પગલા ન લેવાતા ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અધિક્ષક અને કલેક્ટરે સમજાવાનો તેમને પ્રયાસ કર્યો હતો.

    કચ્છ જિલ્લાની 6 બેઠકો પર મત ગણતરી ચાલી રહી છે. અબડાસામાં પ્રધ્યુમન સિંહ જાડેજા આગળ ચાલી રહ્યા છે. જેમાં અબડાસા, માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. રાપર બેઠકના પરિણામ રાઉન્ડ વાઈઝ જાહેર થશે.

    • ગાંધીધામ મત ગણતરી કેન્દ્ર પર મોટો હોબાળો

    • કોંગ્રેસ ઉમેદવારે ગણતરી કેન્દ્રમાં જ ગળેટુંપો ખાવાનો પ્રયાસ કર્યો

    • અનેક રાઉન્ડથી ઇવીએમ મશીન પરના સીલ, સહી સિક્કામાં તફાવત હોવાના આક્ષેપ

    • ફરજ પર હાજર કર્મચારીઓએ કોઈ પગલાં ન લેતા ધરણાં પર બેઠા

    • ધરણાં પર બેસવા છતાંય પગલાં ન લેતા ગળેફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો

    • પોલીસ અધિક્ષક અને કલેક્ટરે સમજાવવાના પ્રયાસ શરૂ કર્યા

    • કચ્છ જિલ્લાની 6 વિધાનસભા બેઠક પર સરેરાશ 59.85 ટકા મતદાન થયું હતું. શરુઆતી વલણમાં ભુજ અને ગાંધીધામમાં કોંગ્રેસ અને અંજારમાં ભાજપ આગળ ચાલી રહ્યા છે.



    • માંડવી બેઠક પર ભાજપના અનિરુદ્ધ દવે આગળ

    • ગાંધીધામ બેઠક પર ત્રીજા રાઉન્ડના અંતે ભાજપના માલતીબેન મહેશ્વરી આગળ

    • રાપર વિધાનસભા બેઠક પર ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજા પ્રથમ રાઉન્ડના અંતે 3879 મતથી આગળ


    જોઈ લો કોણ આગળ, કોણ પાછળ



    વિધાનસભા સીટભાજપકોંગ્રેસઆમ આદમી પાર્ટીઆગળપાછળ
    અબડાસાપ્રદ્યુમન સિંહ જાડેજાજત મામદ જુંગવસંત ખેતાણી
    માંડવીઅનિરુદ્ધ દવેરાજેન્દ્ર સિંહ જાડેજાકૈલાશ ગઢવી
    ભૂજકેશવલાલ પટેલઅરજણ ભુડિયારાજેશ પિડોરિયા
    અંજારછાંગા ત્રિકમ બિજલરામેશ ડાંગરઅરજણ રબારી
    ગાંધીધામમાલતી મહેશ્વરીભરત સોલંકીબુધાભાઈ મહેશ્વરી
    રાપરવિરેન્દ્ર સિંહ જાડેજાબચુભાઈ એરિઠીયાઅંબા પરવંત પટેલ

    કચ્છ જિલ્લામાં 6 વિધાનસભા સીટ આવે છે, જેમાં અબડાસા, માંડવી, ભૂજ, અંજાર, ગાંધીધામ અને રાપર જિલ્લામાં મતદાનના પરિણામો સહિત ગુજરાતની કુલ 182 સીટો પર આજે મતગણતરી થવાની છે.

    પ્રથમ તબક્કામાં કચ્છની આ 6 સીટ પર મતદાન થયું હતું, જેમાં અબડાસામાં 63.87 ટકા મતદાન, માંડવીમાં 65.37 ટકા મતદાન, ભૂજમાં 61.65 ટકા મતદાન, અંજારમાં 64.34 ટકા મતદાન, ગાંધીધામમાં 47.86 ટકા મતદાન અને રાપરમાં 58.27 ટકા મતદાન થયું હતું.

    રાપર સીટ:


    રાપર સીટ પર અહીં ભાજપે વિરેન્દ્ર સિંહ જાડેજા, કોંગ્રેસે બચૂ ભાઈ અરેઠિયા અને આમ આદમી પાર્ટીએ અંબાભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા હતા.

    કોંગ્રેસનો ગઢ છે રાપર સીટ

    કચ્છ જિલ્લાની રાપર સીટ એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. પણ ભાજપે અહીં સતત તરાપ મારવાની કોશિશ કરતી રહી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીંથી કોંગ્રેસે જીત નોંધાવી હતી. ત્યારે કોંગ્રેસના આરેઠિયા સંતોકબેન બચૂભાઈએ ભાજપના પંકજ ભાઈ અનુપચંદ મહેતાને 15,209 વોટથી હરાવ્યા હતા. અહીઁથી કોંગ્રેસને 49.05 ટકા મત મળ્યા હતા. તો વળી ભાજપને 37.36 ટકા વોટ જ મળ્યા હતા. આ અગાઉ 2012માં ભાજપે કોંગ્રેસની હાર આપી હતી.

    અંજાર સીટ:


    આ બેઠક પર ભાજપે ત્રિકમ ભાઈ છાંગા, કોંગ્રેસે ડાંગર રમેશ ભાઈ અને આમ આદમી પાર્ટીએ અર્જૂન રબારીને ટિકિટ આપી છે. અંજાર સામાન્ય સીટ છે.

    2007થી અંજારમાં ભાજપનો દબદબો

    2017માં કચ્છ જિલ્લાની છ સીટોમાંથી 4 પર ભાજપે કબ્જો કર્યો હતો, કચ્છ જિલ્લાની અંજાર સીટમાં ભાજપે હેટ્રીક લગાવી હતી. 2007થી 2017 સુધી ભાજપ સતત 3 વાર અહીંથી ચૂંટણીમાં જીત નોંધાવી ચુકી છે. આ અગાઉ કોંગ્રેસ કેટલાય વર્ષો સુધી આ સીટ જીતતી આવી હતી. 2017ની વિધાસભા ચૂંટણીમાં ભાદપે વાસણ ભાઈ આહીરે વીકે હુંબલીને 11313 વોટથી હાર આપી હતી. અહીંથી ભાજપને 48.2 ટકા અને કોંગ્રેસને 41 ટકા વોટ મળ્યા હતા.

    ગાંધીધામ સીટ:


    આ સીટ પર ભાજપે માલતીબેન કિશોરભાઈ માહેશ્વરી અને કોંગ્રેસે ભરત સોલંકી તથા આમ આદમી પાર્ટીએ બીટી માહેશ્વરીને ટિકિટ આપી હતી. ગાંધીધામ એસસી રિઝર્વ સીટ છે.

    એક દાયકાથી ભાજપનો કબ્જો

    ગુજરાતની ગાંધીધામ સીટ બંદર માટે પ્રખ્યાત છે. ગાંધીધામ સીટ પર ભાજપ અહીં એક દાયકાથી કબ્જો જમાવેલો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર માલતી માહેશ્વરીએ કોંગ્રેસના ઉમેદવાર કિશોર પિંગોલને 20,270 વોટના મોટા માર્જિનથી હરાવ્યા હતા. ત્યારે અહીં ભાજપને 52.6 ટકા વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 39.3 ટકા વોટ મળ્યા હતા. 2012માં પણ અહીં ભાજપે જીત નોંધાવી હતી.

    ભૂજ સીટ:


    આ સીટ પર ભાજપે નિમાબેન આચાર્યની ટિકિટની કાપીને આ વખતે કેશુભાઈ શિવદાસ પટેલને ટિકિટ આપી છે. તો વળી કોંગ્રેસ અર્જૂન ભાઈ ભુડિયા અને આપે રાજેશ પંડોરિયાને મેદાનમાં ઉતાર્યા છે. ભૂજની આ સીટ સામાન્ય સીટ છે.

    જીતની હેટ્રીક લગાવી ચુકી છે ભાજપ

    કચ્છની આ સીટ પર ભાજપનો હંમેશા દબદબો રહ્યો છે. અહીંથી ભાજપે હેટ્રીક મારેલી છે. 2007થી લઈને 2017 સુધી ભાજપ અહીં સતત જીતતું આવ્યું છે. 1990 બાદ ફક્ત 2002માં ભાજપ અહીં ચૂંટણી હારી ગયું હતું. 2017ની ચૂંટણીમાં અહીં ભાજપ ઉમેદવાર નિમાબેન આચાર્યને અહીંથી કોંગ્રેસ ઉમેદવાર ચાકી આદમભાઈએ 14022 વોટથી હરાવ્યા હતા, ત્યારે ભાજપને અહીં 50.35 ટકા વોટ મળ્યા હતા. આચાર્ય નિમાબેન ગુજરાતના પ્રથમ મહિલા સ્પિકર પણ બન્યા.

    અબડાસા સીટ:


    આ સીટ પર ભાજપે અહીં પ્રદ્યુમ્ન સિંહ જાડેજાને ઉમેદવાર બનાવ્યા છે. તો વળી કોંગ્રેસે જામ મામદ જુંગ અને આપ પાર્ટીએ વસંતભાઈ વાલજી ખેતાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. હકીકતમાં જોઈએ તો, પરિણામ આવે તે પહેલા જ આપના ઉમેદવારે ભાજપને સમર્થન આપી દીધું છે.

    2017માં ખૂબ જ રસપ્રદ હતી અહીં ટક્કર

    વિધાનસભા ચૂંટણી 2017માં કચ્છની 6 સીટોમાંથી 4 સીટ પર ભાજપે જીત નોંધાવી હતી. જ્યારે 2 સીટ રાપર અને અબડાસા કોંગ્રેસે જીતી હતી. અબડાસામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી. ત્યારે કોંગ્રેસમાંથી પ્રદ્યુમ્ન સિંહ જાડેજાએ ભાજપ ઉમેદવાર છબીલદાસ નારણભાઈ પટેલને લગભગ 10 હજાર વોટથી હરાવ્યા હતા. 2017માં 11 ઉમેદવારો અહીં મેદાનમાં ઉતર્યા હતા. જેમાંથી 9ની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ હતી. કોંગ્રેસને અહીં 48.8 ટકા અને ભાજપને 42.3 ટકા મત મળ્યા હતા. ત્યાર બાદ 2020માં જાડેજા ભાજપમાં આવી ગયા અને બાદમાં પેટાચૂંટણી થઈ અને તેમાં ભાજપને જીત મળી ગઈ.

    માંડવી સીટ:


    આ સીટ પરથી ભાજપે વિરેન્દ્ર સિંહ જાડેજાની ટિકિટ કાપીને અનિરુદ્ધ ભાઈલાલ દવેને મેદાને ઉતાર્યા છે, તો વળી કોંગ્રેસે અહીંથી રાજેન્દ્ર સિંહ જાડેજા તથા આપ પાર્ટીએ અહીં કૈલાશ ગઢવીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

    2017માં ભાજપે બાજી મારી હતી

    માંડવી સીટ ભાજપનો ગઢ મનાય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીંથી ભાજપે જીત નોંધાવી હતી. ભાજપ ઉમેદવાર વિરેન્દ્ર સિંહ જાડેજાએ કોંગ્રેસ ઉમેદવાર શક્તિસિંહ ગોહિલને 9 હજાર વોટથી હરાવ્યા હતા. 2017માં અહીં ભાજપને અહીં વોટ શેર 49.34 ટકા મળ્યો હતો. માંડવીમાં મુસ્લિમ વોટરની સંખ્યા સારી એવી છે. અહીંથી AIMIM અને આપ પણ ચૂંટણી મેદાનમાં હોવાથી રસપ્રદ ટક્કર થવાની છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Kutch

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन