અમદાવાદ: 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ચુક્યા છે, ભાજપે પોતાના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરતા આ ચૂંટણીમાં શાનદાર વિજય મેળવ્યો છે. તો વળી કોંગ્રેસના પ્રદર્શનનો ગ્રાફ ખૂબ જ નીચે ગયો છે. 2017ની ચૂંટણીમાં 77 સીટો મેળવનારી કોંગ્રેસ આ વખતે ખાલી 17 સીટોમાં સમેટાઈ ગઈ છે.
ગુજરાતમાં કોંગ્રેસને મળેલી હાર બાદ હવે પાર્ટીની અંદર નેતૃત્વને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાતના વડગામથી નવનિર્વાચિત કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પાર્ટીની કાર્ય પ્રણાલી પર સવાલો ઉઠાવતા કહ્યું કે, તેમને અફસોસ છે કે, ચૂંટણીમાં તેનો પુરે પુરો ઉપયોગ પાર્ટીએ કર્યો નહીં.
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, તેમને એ સમજાતું નથી કે, જ્યારે કોંગ્રેસ પાસે તેમના જેવો ચહેરો છએ, જેની વિશ્વસનિયતા છે, જે ભાજપ વિરોધી છે અને તેના સારા એવા ફોલોઅર્સ છે, તે રાજ્યભરમાં ચૂંટણી પહેલા જાહેરસભાને સંબોધિત કેમ ન કરાવી શક્યા ? તેમણે કહ્યું કે, દલિતોમાં ઊર્જા ભરવા માટે પાર્ટીએ તેમની જાહેરસભાઓ કરાવી જોઈતી હતી.
જિગ્નેશ મેવાણીએ વર્ષ 2017માં કોંગ્રેસના સમર્થનથી પહેલી વાર અપક્ષ ચૂંટણી જીતી હતી. કોંગ્રેસના અન્ય યુવા નેતા જેમાં કનૈયા કુમાર રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ તેમના માટે પ્રચાર કર્યો હતો. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ ન હોવા છતાં પણ મેવાણી ફક્ત ઉત્તર ગુજરાતની અમુક સીટો અને અમદાવાદના વેજલપુરમાં જાહેરસભાઓ કરી હતી. તેમાઁથી મોટા ભાગનું આયોજન તેમના દ્વારા પોતાનું ઉમેદવારી ભર્યા બાદ કર્યું હતું. જ્યારે તેઓ ખુદ પોતાની ચૂંટણીમાં લાગી ગયા હતા. કોંગ્રેસ એક બાજૂ 2002 ગુજરાત રમાખાણોનો મુદ્દો ઉઠાવી રહી હતી, તો બીજી મેવાણી દરેક જગ્યાએ બિલકિસ બાનો ગેંગરેપ અને હત્યાના દોષિતોને સજામાં વિવાદાસ્પદ છૂટનો મુદ્દો ઉઠાવ્યો હતો.
જિગ્નેશ મેવાણી આ વખતે ગુજરાત ચૂંટણીમાં વડગામ સીટથી પોતાના હરીફ ભાજપ ઉમેદવાર મણિભાઈ વાઘેલાને હરાવ્યા હતા. જિગ્નેશ મેવાણી 2017માં અપક્ષમાં ચૂંટણી લડી જીત્યા હતા.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર