Home /News /gujarat /Gujarat Election Result: ગુજરાતના પાટીદારો ભાજપ તરફ વળ્યા, સૌરાષ્ટ્રમાં સૌથી મોટો ખેલ પાડી દીધો
Gujarat Election Result: ગુજરાતના પાટીદારો ભાજપ તરફ વળ્યા, સૌરાષ્ટ્રમાં સૌથી મોટો ખેલ પાડી દીધો
gujarat election result 2022
Gujarat Election Results 2022: ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 સીટ જીતને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. ઘાટલોડીયા અને ચોરયાસી સીટો પર જીતનો અંતર બે લાખની નજીક રહ્યું છે.
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 સીટ જીતને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. ઘાટલોડીયા અને ચોરયાસી સીટો પર જીતનો અંતર બે લાખની નજીક રહ્યું છે. ઘાટલોડીયાથી સતત બીજા કાર્યકાળ માટે જીતનારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નજીકના હરીફને 1.92 લાખથી વધારે મતથી હરાવ્યા છે. આઠ સીટ પર ભાજપ ઉમેદવારની જીતનું અંતર એકથી દોઢ લાખ વોટની વચ્ચે રહ્યું છે.
ગુજરાતમાં અનામત આંદોલનની પૃષ્ઠભૂમિમાં 2017માં વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર સમુદાયનો એક વર્ગ ભાજપ વિરુદ્ધ મતદાન કરતો હતો. પણ હવે આ જૂથનું મતદાન આ ચૂંટણીમાં સત્તાધારી તરફ ફર્યું છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે 2017માં મોરબી, ટંકારા, ધોરાજી અને અમરેલીની પાટીદાર બહુમતી ધરાવતી સીટો જીતી હતી. જો કે, આ તમામ વિધાનસભામાં આ વખતે ભાજપે બાજી મારી છે. પાટીદાર બહુમતીવાળા સૂરતમાં જ્યાં આમ આદમી પાર્ટી અમુક સીટો જીતો માટે પાટીદારો પર નિર્ભર હતી, પણ ત્યાં પણ પાટીદારોએ સત્તાધારી પાર્ટીને જ સમર્થન આપ્યું છે. સત્તાધારી પાર્ટી ભાજપ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને કોંગ્રેસમાંથી પોતાના પક્ષમાં લાવ્યા અને તેને વિરમગામ સીટથી ઉતાર્યા. જ્યાં તેણે ભારે મતથી જીત મેળવી હતી.
ખેડબ્રહ્મા સીટ પર સૌથી વધારે નોટાને વોટ
તો વળી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નોટા અંતર્ગત પડેલા વોટની ટકાવારી 2017ની સરખામણીમાં નવ ટકા વધારે છે. આ વખતે ખેડબ્રહ્મા સીટ પર સૌથી વધારે 7331 વોટ નોટામાં પડ્યા છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, રાજ્યમાં આ ચૂંટણીમાં 5,01,202 અથવા 1.5 ટકા વોટ નોટાને હતા, જે 2017માં વિધાનસભા ચૂંટણીમાં 5,51,594 થી ઓછા છે. ખેડબ્રહ્મા સીટ પર સૌથી વધારે 7331 વોટ નોટામાં પડ્યા, ત્યાર બાદ દાંતામાં 5213 અને છોટા ઉદેપુરમાં 5093 વોટ નોટામાં પડ્યા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર