Home /News /gujarat /Gujarat Election Results 2022: પહેલા EVM હવે AAP! કૉંગ્રેસે હારનું ઠીકરું ફોડ્યું આમ આદમી પર
Gujarat Election Results 2022: પહેલા EVM હવે AAP! કૉંગ્રેસે હારનું ઠીકરું ફોડ્યું આમ આદમી પર
aam aadmi party
Gujarat Election results 2022: ભાજપ જંગી બહુમતી તરફ અગ્રેસર છે ત્યારે હવે કોંગ્રેસ નેતાઓએ પોતાની હાર માટે આમ આદમી પાર્ટીને જવાબદાર ઠેરવવાનું શરૂ કરી દીધું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નવાજૂની થઈ છે. ભાજપ જંગી બહુમત તરફ આગળ વધી રહી છે. તો કોંગ્રેસ આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ રહ્યા છે.
ભાજપ જંગી બહુમતી તરફ અગ્રેસર છે ત્યારે હવે કોંગ્રેસ નેતાઓએ પોતાની હાર માટે આમ આદમી પાર્ટીને જવાબદાર ઠેરવવાનું શરૂ કરી દીધું છે.
અગાઉની ચૂંટણીઓમા જ્યારે ઇવીએમને જવાબદાર ઠેરવવામાં આવતા હતા ત્યારે આ વખતે કોંગ્રેસને હાર માટે નવું બહાનું મળ્યું છે.
લલિત વસોયાએ હાર સ્વીકારી
ધોરાજીમાં લલિત વસોયાએ હાર સ્વીકારી છે. તેઓની સામે ભાજપ ઉમેદવારે સરસાઈ મેળવી લીધી છે.
મારી બેઠક પર આમ આદમી પાર્ટી કૉંગ્રેસને નુકસાન કરી રહી છે. હું સ્પષ્ટ પણે કહું તો આમ આદમી પાર્ટીને કારણે હું ધોરાજી-ઉપલેટાની બેઠક હારી રહ્યો છું. આમ આદમી પાર્ટી કૉંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહી છે. કૉંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનનો કોઈ સવાલ જ નથી. આમ આદમી પાર્ટી ભાજપના ઈશારે કૉંગ્રેસને નુકસાન પહોંચાડવા માટે ચૂંટણી લડવા આવી છે.- લલીત વસોયા
આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ.
બે બેઠક પર 80%થી વધુ મતદાન
આ વખતનાં ગુજરાત ચૂંટણીમાં મતદાનનાં આંકડા તપાસીએ તો, થરાદ અને ડેડિયાપાડા બે બેઠક પર 80 ટકાથી વધુ મતદાન થયું છે. જ્યારે 70 ટકાથી વધુ મતદાન થયું હોય તેવા માત્ર પાંચ જિલ્લા છે. જેમાં નર્મદા, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. 60થી 69 ટતા મતદાન નોંધાયું હોય તેવા 22 જિલ્લા છે. આ ઉપરાંત સૌથી વધુ મતદારો ધરાવતા અમદાવાદ જિલ્લામાં માત્ર 59.05 ટકા મતદાન નોંધાયું છે. આ મતદાનમાં બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ 86.91 ટકા મતદાન થયું છે. જ્યારે ગાંધીધામમાં સૌથી ઓછું 47.86 ટકા મતદાન થયું છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર