અમદાવાદ: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ફરી એક વાર રાજ્યમાં શાનદાર જીત તરફ આગળ વધી રહ્યું છે, આ જીતની ખુશીમાં ગુજરાતની જનતા અને ભાજપના કાર્યકર્તા ઝૂમી ઉઠ્યા છે. પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહે પણ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સાથે ટેલીફોનિક વાત કરીને શુભકામનાઓ પાઠવી છે. નવી સરકારની શપથવિધિ આગામી 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાશે.
આપને જણાવી દઈએ કે, ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર જીત નોંધાવી છે. જ્યાં ભાજપે 156 સીટ તો કોંગ્રેસ ફક્ત 17 સીટ પર જીત મેળવી છે, જ્યારે આમ આદમી પાર્ટીને ફક્ત પાંચ સીટથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે અન્યના ખાતામાં 4 સીટ ગઈ છે.
ગુજરાતના સરકારના એક મંત્રીને બાદ કરતા તમામ મંત્રીની જીત થઈ છે.
ભૂપેન્દ્ર પટેલ – ઘાટલોડીયા- જીત
જીતુ વાઘાણી – ભાવનગર- વેસ્ટ- જીત
ઋષિકેશ પટેલ -વિસનગર- જીત
પૂર્ણેશ મોદી- સુરત- વેસ્ટ- જીત
રાઘવજી પટેલ- જામનગર રૂરલ- જીત
કનુ દેસાઈ -પારડી- જીત
કિરીટસિંહ રાણા- લીંબડી- જીત
નરેશ પટેલ – ગણદેવી- જીત
અર્જુનસિંહ ચૌહાણ- મહેદાવાદ- જીત
હર્ષ સંઘવી- મજૂરા- જીત
જગદીશ પંચાલ- નિકોલ- જીત
જીતુભાઈ ચૌધરી- કપરાડા- જીત
કિર્તીસિંહ વાઘેલા- કાંકરેજ- હાર
ગજેન્દ્રસિંહ પરમાર- પ્રાતિંજ- જીત
વિનુમોરડીયા- કતારગામ- જીત
દેવાભાઈમાલમ- કેશોદ- જીત
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર