Home /News /gujarat /CM ભૂપેન્દ્ર પટેલની રાજકીય કુંડળી: રાહુની મહાદશા, શુક્રની અંત:દશા શું સૂચવે છે

CM ભૂપેન્દ્ર પટેલની રાજકીય કુંડળી: રાહુની મહાદશા, શુક્રની અંત:દશા શું સૂચવે છે

ભૂપેન્દ્ર પટેલની જન્મ તારીખ 15 જુલાઇ, 1962 છે. એટલે કે, એમની રાશિ કર્ક આવે છે.

CM Bhupendra Patel political horoscope: ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની રાજકીય કુંડળી? શું કહે છે એસ્ટ્રો ફ્રેન્ડ, જ્યોતિષ ચિરાગ દારૂવાલા...

  અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે નેતાઓ રોડશો કરી રહ્યા છે, સભાઓ ગજવી રહ્યા છે. આજે બોપલ વિસ્તારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો રોડ શો યોજાયો હતો. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ સીએમનું સ્વાગત કર્યું હતું, ત્યારે આજે આપણે જાણીશું શુ કહે છે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની રાજકીય કુંડળી? શું કહે છે એસ્ટ્રો ફ્રેન્ડ, જ્યોતિષ ચિરાગ દારૂવાલા...

  એમની રાહુની મહાદશા ચાલે છે

  સીએમ ભૂપેન્દ્ર પટેલની રાજકીય કુંડળી અંગે વાત કરતાં ચિરાગ દારૂવાલાએ જણાવ્યું કે, ભૂપેન્દ્ર પટેલની જન્મ તારીખ 15 જુલાઇ, 1962 છે. એટલે કે, એમની રાશિ કર્ક આવે છે. એમ ગણી લો કે તેઓ બહુ મજબૂત માણસ છે. અત્યારે એમની રાહુની મહાદશા ચાલે છે. રાહુની મહાદશા ફેબ્રુઆરી 2028 સુધી ચાલશે. એમ ગણી લો કે રાહુ તમને કંઇક ને કંઇક આપી જ જાય છે. તમે જે પણ કાર્ય કરી રહ્યા હોવ બિઝનેસ હોય કે રાજકારણ હોય, તેમાં તમને સારું ગ્રોથ મળશે. રાહુ સૌ ટકા આપીને જ જાય છે.


  રાહુ અને શુક્ર સાથે હોય તો શું થાય?

  હવે રાહુ સાથે બીજા ગ્રહો અને કઇ અંત:દશા ચાલે છે તે પણ ઘણું મહત્વનું છે. ભૂપેન્દ્ર પટેલની અંત:દશા શુક્રની ચાલે છે અને શુક્ર 2024 સુધી રહેશે. એટલે કે રાહુ અને શુક્ર બન્ને ફ્રેન્ડલી પ્લાનેટ છે. આથી એમને સૌ ટકા સારી સફળતા મળશે. હવે જાણીએ રાહુ અને શુક્ર સાથે હોય તો શું થાય? એનાથી એમનું કોમ્યુનિકેશન લોકો સારી રીતે સમજે. સારા પરિણામો મળે. પોતાની સ્પીચ સારી રીતે વ્યક્ત કરી શકે છે. લોકો તમને વાતને સમજે છે અને તેમની વાતને ફોલો કરશે. તેઓ બહુ જ ડાઉન ટુ અર્થ છે. સાથે સાથે અડચળોને સારી રીતે દૂર કરી શકે છે.

  આ પણ વાંચો:  ‘આ વખતે ચૂંટણી નરેન્દ્ર કે ભૂપેન્દ્ર નહીં પરંતુ ગુજરાતની જનતા લડવાની છે’ પ્રધાનમંત્રી મોદી

  એમના નેતૃત્વમાં સો ટકા ભાજપની સરકાર બનશે

  ઉપરાંત તેમના રિલેશનશિપમાં સુધારો આવશે. વિરોધી પાર્ટી હોય કે બીજું, આ દશા ચાલતી હોય તો તેમને ખબર હોય કે સંબંધો કેવી રીતે સાચવવા. આ દશા ચાલતી હોય ત્યારે તમારા સંબંધો સુધરે જ. સાથે જ તમને પ્રમોશન પણ મળે. પ્રમોશન કે પ્રગતિની વાત કરીએ તો, તેઓ હાલ સીએમ તો છે જ અને હાલ ચૂંટણી પણ છે. આ મહાદશા છે એટલે કે એમના નેતૃત્વમાં સો ટકા ભાજપની સરકાર બનશે. સાથે જ સો ટકા ફરી સીએમ બનવાના બહુ સારા યોગ દેખાય છે.

  દુશ્મનો પર બહુ સારી રીતે વિજય મેળવે

  હવે વાત કરીએ ગ્રહોની તો, સુર્ય આઠમા ઘરનો છે, જે હાલમાં તેમની કુંડળીમાં છઠ્ઠા ઘરમાં છે. એનો મતલબ દુશ્મનો પર બહુ સારી રીતે વિજય મેળવે. સાથે જ સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. એમનું સમાજમાં માન પણ વધશે. મારું એટલું જ સૂચન છે કે, બ્લડ પ્રેશરને લઇને થોડી મુશ્કેલી થઇ શકે છે. સાવચેતી રાખશો તો ચિંતા કરવાની જરાય જરૂર નથી.

  બુધ હાલ છઠ્ઠા ઘરમાં છે

  બુધની વાત કરીએ તો, બુધ 6 અને 9માં સ્થાનનો સ્વામી છે અને હાલમાં છઠ્ઠા ઘરમાં છે. એટલે કે બહુ સારા પરિણામ આપશે અને લોકો એને સારી રીતે સ્વીકારશે પણ. પોતે મહેનતુ છે અને આત્મવિશ્વાસ પણ છે. જે તેઓ કહી રહ્યા છે એને લોકો ફોલો કરશે કે નહીં કરે એ પણ એમને ખબર છે.

  આવા ગ્રહો હોય, તો માણસ હંમેશા ખુશ જ રહે

  ગુરુની વાત કરીએ તો, ગુરુ 12 અને 3 સ્થાનનો સ્વામી છે. જે તેમની કુંડળીમાં બીજા સ્થાનમાં સ્થિત છે. એટલે કે, સારું ગ્રોથ મળે. લોકો એમના તરફ થઇ શકે છે. લોકો એમની વાત સારી રીતે સમજી શકે છે. જો આવા સ્ટાર્સ હોય, આવા ઘરમાં હોય તો હંમેશા માણસ ખુશ જ રહે. જો ગુરુ આવા ઘરમાં હોય તમને સૌ ટકા સારી પોઝિશન મળે. એ પણ સરકારી પોઝિશન જ મળે. ભૂપેન્દ્ર પટેલને કુંડળી બહુ મજબૂત છે. આવી કુંડળીમાં જ્યારે તમે કોઇ અપેક્ષા ન રાખો ને તો તમને ઓચિંતું મળે છે. આવનારા સમયમાં ફરી સીએમ બનવાના તેમના ચાન્સ સૌ ટકા છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: CM Bhupendra Patel, Gujarat Assembly Election 2022

  विज्ञापन
  विज्ञापन