આજે થશે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર

Network18 | News18 Gujarati
Updated: October 12, 2017, 2:09 PM IST
આજે થશે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર
Network18 | News18 Gujarati
Updated: October 12, 2017, 2:09 PM IST
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો આજે જાહેર થઇ શકે છે. સાંજે ચાર વાગ્યે ચૂંટણી પંચ પત્રકાર પરિષદ યોજીને આ તારીખોની જાહેરાત કરી શકે છે.

સૂત્રોની માનીયે તો આજે સાંજે ચાર વાગ્યે ઇલેક્શન કમિશન પત્રકાર પરિષદ યોજીને તેની જાહેરાત કરશે. એટલું જ નહીં ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઇ શકે છે. ઉપરાંત આજે  ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે.

ક્યારે થઇ શકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી

સોર્સિસની માનીયે તો આમ તો ચુંટણી પંચ ડિસેમ્બરનાં પહેલાં અઠવાડિયામાં ગુજરાત વિધાન સભાની ચૂંટણીની તારીખ આપી શકે છે પણ જે પ્રમાણે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ ચૂંટણી લડવા તૈયાર છે તો ચૂંટણી નવેમ્બર મહિનાનાં અંતમાં પણ યોજાઇ શકે છે
First published: October 12, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर