Home /News /gujarat /ખંભાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું, 'ગાંધીનું સ્વપ્ન પૂરું કરવાનો સમય આવી ગયો છે'
ખંભાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું, 'ગાંધીનું સ્વપ્ન પૂરું કરવાનો સમય આવી ગયો છે'
આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગુજરાત સરકારના વખાણ કર્યા હતા. (PIC: ANI)
Gujarat Assembly Elections: યોગી આદિત્યનાથે કહ્યું કે, કોંગ્રેસને ભંગ કરવાનું સપનું જે બાપુનું હતું, તે સપનાને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. આ સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દેશની સુરક્ષા અને દેશના વિકાસમાં અડચણ છે. તેને હાંસિયા પર નાંખી દેવી જોઇએ.
ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો અને હવે રાજ્યમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. જોકે આજે તમામ પાર્ટીઓએ રાજ્યમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કર્યો હતો. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, "1947માં દેશને આઝાદી મળ્યા બાદ પંડિત જવાહરલાલ નહેરૂના નેતૃત્વમાં કોંગ્રેસી નેતા મહાત્મા ગાંધીને મળવા ગયા અને પૂછ્યુ કે પાર્ટીને કેવી રીતે સંચાલિત કરવામાં આવે, જેનો જવાબ આપતા બાપુએ કહ્યું કે, ભારત સ્વતંત્ર થઇ ગયુ છે, હવે કોંગ્રેસની કોઇ જરૂરીયાત નથી. તેને ભંગ કરી દેવી જોઇએ".
તેના પછી યોગી આદિત્યનાથે કહ્યું કે, કોંગ્રેસને ભંગ કરવાનું સપનું જે બાપુનું હતું, તે સપનાને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. આ સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દેશની સુરક્ષા અને દેશના વિકાસમાં અડચણ છે. તેને હાંસિયા પર નાંખી દેવી જોઇએ. લોકતંત્રમાં આ શક્તિ તમારી પાસે છે. પોતાની શક્તિનો ઉપીયોગ કરો.
છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં એક પણ હુલ્લડ નથી થયું
ખંભાતમાં જનસભાને સંબોધિત કરતા યોગી આદિત્યનાથે કહ્યું કે,"છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં એક પણ હુલ્લડ થયુ નથી. આજે ગુજરાત વિકાસ અને સમૃદ્ધિની નવી કહાણી લખી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આતંકવાદ, નક્સલવાદ થયો અને ભારત એક સુરક્ષિત ભારત તરીકે ઉભુ થયું છે."
ખેડામાં લોકોને સંબોધિત કરતા યોગી આદિત્યનાથે કહ્યું કે,"ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 403માંથી માત્ર 2 સીટો મળી છે. રામ નામ સત્ય માટે પણ 4 લોકોની જોઇતા હોય છે પરંતુ કોંગ્રેસને તે ચાર પણ મળ્યા નથી. ત્યાં જ આમ આદમી પાર્ટીને તો એક પણ સીટ મળી નથી".
વધુમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, "આજે ભારત આતંકવાદ અને નક્સલવાદ અને અલગાવવાદથી મુક્ત થયુ છે. જે ભારતની વધતી પ્રતિષ્ઠાનું પ્રમાણ છે. સુરક્ષિત ભારતનું નવું મોડલ દુનિયા સામે રજૂ કરવામાં આવ્યું છે." આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગુજરાત સરકારના વખાણ કર્યા હતા. ત્યાં જ કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહારો કર્યા હતા.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર