ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.
હું સવારે 9 વાગ્યે અમદાવાદમાં મારો મત આપીશ.
— Narendra Modi (@narendramodi) December 5, 2022
આજે અંતિમ તબક્કાનાં મતદાન બાદ 8 મંત્રીઓ અને મુખ્યમંત્રીનું ભાવિ કેદ થશે. 8 તારીખે પરિણામ આવી જશે અને સમગ્ર કવાયતનો અંજામ આવી જશે. હાલ શહેરી વિસ્તારમાં પણ વહેલા વહેલા લોકો મતદાન કરી રહ્યા છે અને અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.