Home /News /gujarat /Gujarat Election 2022: મતદાનનાં પ્રથમ તબક્કામાં બની ગજબની વિચિત્ર ઘટનાઓ, જુઓ VIDEO
Gujarat Election 2022: મતદાનનાં પ્રથમ તબક્કામાં બની ગજબની વિચિત્ર ઘટનાઓ, જુઓ VIDEO
ગુજરાત ચૂંટણી: મતદાન દિવસની વિચિત્ર ઘટનાઓ
Gujarat Assembly Elections 2022 Phase 1 Voting: ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન કેટલીક એવી ઘટનાઓ બની હતી જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તો જુઓ આ તમામ ઘટનાઓનો VIDEO
Gujarat Election voting: આહવા તાલુકાના મોટીદબાસ ગામે પુલ અને રસ્તાની માંગણી વચ્ચે ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં મતદાનના અનોખા ઉદાહરણ સામે આવ્યા છે. શોભાવડલા લશ્કર ગામના કડવીબેન ચોટલીયા નામના 101 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું. આ ઉપરાંત યુવતીએ પોતાના લગ્નના દિવસે મતદાન કર્યું છે. તે લગ્ન ગીત ગાતા-ગાતા મતદાન મથકે પહોંચી હતી. જ્યારે પ્રભુતામાં પગલાં પાડ્યા પહેલા મતદાન કર્યું હતું.
" isDesktop="true" id="1293398" >
ભાવનગરના જેસરમાં રામનગરમાં વરરાજાએ મતદાન કર્યું હતું. જાન લઈને જતા પહેલા પોતાની ફરજ પૂરી કરી હતી.
ધોરાજી ઉપલેટા વિધાનસભામાં બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર પકડાયો હોઈ તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ભાવનગરમાં આ વખતે ચૂંટણી પંચ દ્વારા થીમ આધારિત મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જેમાં ભાવનગરના સીદસર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે પિંક (સખી) મતદાન મથક ઊભું કરાયું હતું.
રાજકોટના આમહિલા કોન્સ્ટેબલ અરૂણાબેન તેની અઢી વર્ષની દીકરીને સાથે રાથીને ફરજ નિભાવી રહ્યાં હતા. જે ખરેખર ખુબ જ ગર્વની વાત છે. કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટીએ અને મારી ફરજના ભાગરૂપે હું મારી ફરજ નિભાવુ છું. લોકશાહીનો પર્વ છે એટલે કોન્સ્ટેબલતરીકે મારી ફરજ જે પણ આવે છે તે હું નિભાવુ છું. સાથે જ એક માતા તરીકેને પણ ફરજ નિભાવુ છું.
રાજકોટનાં ઠાકોર સાહેબ માંધાતસિંહજી જાડેજા પોતાની વિન્ટેજ કારમાં બેસીને પરિવાર સાથે મતદાન મથકપહોંચ્યા હતાં
દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ અમરેલીમાં તેમના પરિવાર સાથે સાયકલ પર પ્રતિકાત્મક વિરોધ કરીને મતદાન કર્યુ છે. તેઓ પરિવાર સાથે સાયકલની પાછળ ગેસનો સિલિન્ડર, તેલનો ડબ્બો લઇને મતદાન કરવા પહોંચ્યા હતા.
રાજકોટના માધાપર મતદાન મથકે કિર્તીદાન ગઢવીને મત આપતા અટકાવ્યા હતા. આધારકાર્ડની હાર્ડ કોપી સાથે ન હોવાથી કિર્તીદાનને મત આપતા અટકાવતા તેમણે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. કલેક્ટરને રજૂઆત કરાયા બાદ કિર્તીદાન ગઢવી મત આપી શક્યા હતા.
રાજકોટમાં માલધારી સમાજના આગેવાન ગાય લઈને મતદાન કરવા પહોંચ્યા, મુરલીધર શાળા ખાતે મતદાન કર્યું હતું.
જેતપુરમાં વિનીત ઠુમર નામના યુવકે પ્રથમ મતદાન તેમજ તેના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે. યુવકે પોલિંગ બુથ ઉપરના કર્મચારીઓ સાથે કેક કાપી ઉજવણી કરી હતી.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર