Home /News /gujarat /ગુજરાત ચૂંટણીમાં ટ્રાન્સજેન્ડર પણ બનશે મહત્ત્વના! જાણો ગુજરાતમાં મતદારોની સંખ્યા
ગુજરાત ચૂંટણીમાં ટ્રાન્સજેન્ડર પણ બનશે મહત્ત્વના! જાણો ગુજરાતમાં મતદારોની સંખ્યા
ગુજરાત ચૂંટણીમાં ટ્રાન્સજેન્ડર પણ બનશે મહત્વના! જાણો ગુજરાતમાં મતદારોની સંખ્યા
Gujarat Election 2022 : ગુજરાત વિધાસભાની ચૂંટણીમાં (gujarat election 2022) પુરુષ અને સ્ત્રી મતદારો સાથે ટ્રાન્સજેન્ડર મતદારો પણ છે. જેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના અધિકારનો ઉપયોગ કરશે. જણાવી દઈએ કે, ચૂંચણી પંચની મતદાર યાદી પ્રમાણે ગુજરાતમાં 1,417 ટ્રાન્સજેન્ડર મતદારો નોંધાયા (third gender voters) છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી છે. જણાવી દઈએ કે, પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે.
ગુજરાતના આ મતદારોમાં ટ્રાન્સજેન્ડર મતદારો પણ છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય (third gender voters) છે. ચાલો જાણીએ કે ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલા ટ્રાન્સજેન્ડર મતદારો છે. ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી વિગતવાર.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં 1,417 ટ્રાન્સજેન્ડર મતદારો પણ નોંધાયા છે. જે તમામ આગામી ચૂંટણીમાં મતદાન કરશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં, ગુજરાતમાં સૌથી વધુ ટ્રાન્સજેન્ડર મતદારો વડોદરામાં નોંધાયા છે. જણાવી દઈએ કે, વડોદરામાં કુલ 223 જેટલા ટ્રાન્સજેન્ડર મતદાર યાદીમાં નોંધાયા છે. જ્યારે બીજી તરફ, ગુજરાતમાં સૌથી ઓછા કુલ 2 ટ્રાન્સજેન્ડર મતદારો ડાંગમાં નોંધાયા છે.
આ યાદીમાં, અમદાવાદ જિલ્લામાં કુલ 211 ટ્રાન્સજેન્ડર મતદારો છે, જ્યારે સુરતમાં કુલ 159 ટ્રાન્સજેન્ડર મતદારો નોંધાયા છે. આણંદમાં 130, ખેડામાં 87, ભરૂચ 71 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારો નોંધાયા છે. આ સાથે જ, ગાંધીનગર 49, મહેસાણા 43, ભાવનગર 40, નવસારીમાં 38, રાજકોટમાં 34, આ ઉપરાંત સાબરકાંઠામાં કુલ 32 ટ્રાન્સજેન્ડર મતદારો છે.
પાટણ અરવલ્લી જિલ્લામાં 27-27 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારો છે. આ ઉપરાંત, દાહોદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 25-25 ટ્રાન્સજેન્ડર મતદારો નોંધાયા છે. જૂનાગઢ અને પંચમહાલ જિલ્લામાં કુલ 20 ટ્રાન્સજેન્ડર મતદારો છે. બનાસકાઠા અને મહિસાગર જિલ્લામાં કુલ 16 ટ્રાન્સજેન્ડર મતદારો નોંધાયા છે.
આ સાથે જ, જામનગર, વલસાડમાં 15 ટ્રાન્સજેન્ડર, દ્વારકામાં કુલ 13 ટ્રાન્સજેન્ડર મતદારો નોંધાયા છે. કચ્છમાં કુલ 12 ટ્રાન્સજેન્ડર મતદારો છે. ગીર સોમનાથ અને પોરબંદરમાં કુલ 11 ટ્રાન્સજેન્ડર મતદારો છે. છોટા ઉદેપુર જિલ્લામાં કુલ 8 ટ્રાન્સજેન્ડર મતદારો છે. તાપી અને બોટાદમાં કુલ 5 ટ્રાન્સજેન્ડર મતદારો છે. મોરબીમાં 4, નર્મદામાં 3 ટ્રાન્સજેન્ડર મતદારો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર