Home /News /gujarat /Gujarat Election Result 2022: કારમો પરાજય થતાં કોંગ્રેસમાં ભૂકંપ, પ્રભારી રઘુ શર્માએ આપી દીધું રાજીનામું
Gujarat Election Result 2022: કારમો પરાજય થતાં કોંગ્રેસમાં ભૂકંપ, પ્રભારી રઘુ શર્માએ આપી દીધું રાજીનામું
કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું રાજીનામું
Raghu Sharma Resigns: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ રાજીનામું આપી દીધું છે. કારણ કે ગયા વખતે 77 જેટલી બેઠકોમાંથી આ વખતે સીધા અડધાથી પણ ઓછી બેઠકો મળવાના કારણે દેખીતી રીતે કોંગ્રેસ માટે શરમાવાનો વારો આવ્યો છે.
Congress Raghu Sharma Resigns: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. ભાજપનું મોદી મેજિક કામ કરી ગયું છે અને રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો છે ત્યારે હવે કોંગ્રેસી નેતાઓ સંતાવા માટે જગ્યા શોધી રહ્યા હોય એવું લાગે છે.
રઘુ શર્માનું રાજીનામું
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ રાજીનામું આપી દીધું છે. કારણ કે ગયા વખતે 77 જેટલી બેઠકોમાંથી આ વખતે સીધા અડધાથી પણ ઓછી બેઠકો મળવાના કારણે દેખીતી રીતે કોંગ્રેસ માટે શરમાવાનો વારો આવ્યો છે.
બધા રેકોર્ડ તૂટ્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નો પ્રચંડ વિજય થયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. તો આ સાથે પ્ર્ધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહેલી વાત સાચી પડી છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. ભાજપ એક જંગી બહુમતી સાથે જીત્યું છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપના સુપડા રીતસર સાફ થઈ ગયા છે. એટલું જ નહીં તેના કારણે કોંગ્રેસને પણ મોટો ફટકો પડ્યો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નો પ્રચંડ વિજય થયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. તો આ સાથે પ્ર્ધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહેલી વાત સાચી પડી છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. ભાજપ એક જંગી બહુમતી સાથે જીત્યું છે.
દિગ્ગજ નેતા મેવાણી જીત્યા
જિગ્નેશ મેવાણી ગત ચૂંટણીમાં વડગામથી જીત્યા હતા. ત્યારે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને તો પણ જીત્યા હતા. આ વખતે તેઓ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતા અને તેઓનો વિજય થયો હતો.વડગામથી જિગ્નેશ મેવાણીનો વિજય થયો છે. છેલ્લે સુધી ચાલેલી રસાકસીમાં એક સમયે તેઓ પાછળ ચાલતા હતા પણ પરિણામ આવ્યા બાદ તેઓનો 7 હજારથી વધારે માટે વિજય થયો હતો.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર