અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી રાજ કરી રહેલી ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવીને મિશન 150 સીટ સાથે મહેનત કરી રહ્યું હતું. જો કે અત્યાર સુધીના પરિણામ જોતા ભાજપ પોતાનું સપનું પુરુ કરી કરતું જણાય છે. ભગવા પાર્ટીએ છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં કોંગ્રેસનો એક રેકોર્ડ કોઈ તોડી શક્યું નહોતું. ગુજરાતના ઈતિહાસમાં કોંગ્રેસે 1985માં 149 સીટ જીતવાનો રેકોર્ડ બનાવેલો છે. જ્યારે તેની સામે ભાજપના નામે અત્યાર સુધી ગુજરાત રમખાણો બાદ 127 સીટો પર કબ્જો કરવાનો રેકોર્ડ હોતો.
શું છે કોંગ્રેસનો રેકોર્ડ
કોંગ્રેસ પાર્ટીના નામે આ રેકોર્ડ માધવ સિંહ સોલંકીના નામે બોલે છે. 1985માં સોલંકીએ 182 સીટો ધરાવતી વિધાનસભામાં કોંગ્રેસને 149 બેઠકો પર જીત અપાવી હતી. કોંગ્રેસે ત્યારે ખામ (ક્ષત્રિય, હરીજન,આદિવાસી અને મુસ્લિમ) ફોર્મ્યુલા અપનાવી અને ગુજરાતની ચૂંટણીમાં શાનદાર વિજયી મેળવ્યો હતો. જો કે, ત્યારની ઘડી અને આજનો દિવસ કોઈ 149 સીટ જીતવાનો રેકોર્ડ તોડી શક્યુ નહોતું. તે સમયે કોંગ્રેસની ખામ થિયરી કામ કરી ગઈ હતી.
ગુજરાતની સ્થાપના બાદ પહેલી વાર રાજ્યમાં 1960માં 132 સીટ પર વિધાનસભાની ચૂંટણી થઈ હતી. ત્યારે કોંગ્રેસને 112 સીટ મળી હતી. 1975 સુધીમાં કોંગ્રેસ સતત સત્તા પર રહી હતી. 1980 બાદ કોંગ્રેસના માધવ સિંહ સોલંકી ફરી એક વાર મુખ્યમંત્રી બન્યા હતા. 1990માં પહેલી વાર ભાજપની એન્ટ્રી થઈ હતી અને જનતા દળ સાથે મળીને સરકાર બનાવી હતી. 1995માં ભાજપે 182માંથી 121 સીટ ભાજપે કેશુભાઈ પટેલના નેતૃત્વમાં મેળવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં ભાજપ સત્તામાં રહેલું છે. આ દરમિયાન 2002માં 127 સીટ સાથે જીતી, અને સૌથી ઓછી બેઠક ભાજપને 2017માં મળી હતી, જો કે, 99 બેઠક હોવા છતાં પણ સૌથી મોટી પાર્ટી બની અને ગુજરાતમાં શાસનની કમાન ભાજપે સંભાળી હતી.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર