નવી દિલ્હી: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ રેકોર્ડ જીત તરફ આગળ વધી રહી છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે તેને અભૂતપૂર્વ જનાદેશ ગણાવ્યો છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે, ગુજરાતે રેવડી, તુષ્ટીકરણ અને ખોખલા વાયદાની રાજનીતિને ફગાવીને ભાજપને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે. કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યું કે, આ પ્રચંડ જીતે દેખાડી દીધું છે કે, દરેક વર્ગ પછી તે મહિલા હોય કે, યુવાન હોય કે પછી ખેડૂત તમામે દિલ ખોલીને ભાજપને સાથ આપ્યો છે.
#WATCH | Gujarat: BJP workers celebrate in Surat as the party sweeps #GujaratAssemblyPolls. As per the official EC trends, BJP has won 5 seats and is leading on 150 of the total 182 seats in the state. pic.twitter.com/OULjOcwy3H
તેમણે કહ્યું કે, ગુજરાત હંમેશા ઈતિહાસ રચવાનું કામ કરે છે. છેલ્લા બે દાયકામાં મોદીજીના નેતૃત્વમાં ભાજપે ગુજરાતમાં વિકાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને આજે ગુજરાતની જનતાએ ભાજપને આશીર્વાદ આપીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા. આ પ્રધાનમંત્રી મોદીના વિકાસ મોડલમાં જનતાના અતૂટ વિશ્વાસની જીત છે.
ગૃહમંત્રી અમિત શાહે ભાજપની રેકોર્ડ જીત પર જનતાને નમન કર્યું અને સાથે જ પાર્ટી કાર્યકર્તાઓને શુભકામનાઓ આપી હતી. તેમણે કહ્યું કે, આ ઐતિહાસિક જીત પર ગુજરાતની જનતાને નમન કરુ છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મળેલી ભવ્ય જીત પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ અને આથાગ પરિશ્રમ કરનારા ગુજરાત ભાજપના તમામ કાર્યકર્તાઓને શુભકામનાઓ આપું છું.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર