Home /News /gujarat /ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામ્યો રાજકીય જંગ, ભાજપના દુર્લભજીભાઈ સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામ્યો રાજકીય જંગ, ભાજપના દુર્લભજીભાઈ સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો

ભાજપના દુર્લભજીભાઈ સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો

Gujarat Election 2022: ભાજપે જિલ્લા ભાજપ અધ્યક્ષ એવા દુર્લભજીભાઈ દેથરીયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, તેવામાં કોંગ્રેસે દુર્લભજીભાઈ સામે વાંધો ઉપાડ્યો છે. ચૂંટણી પંચને કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સોગંધનામામાં જે કોલમો લખવનો હોય છે. તે લખેલ નથી.

વધુ જુઓ ...
    ગુજરાત: રાજ્યના માજી મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલ અને વર્તમાન સાંસદ મોહનભાઇ જે બેઠક ઉપરથી પાંચ-પાંચ વખત ચૂંટાયા છે તેવી ટંકારા બેઠક ઉપર આ વખત કોંગ્રેસના કાકાને પરાસ્ત કરવા ભાજપે જિલ્લા ભાજપ અધ્યક્ષ એવા દુર્લભજીભાઈ દેથરીયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, તેવામાં હવે કોંગ્રેસે દુર્લભજીભાઈ સામે વાંધો ઉપાડ્યો છે. અને ચૂંટણી પંચને કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સોગંધનામામાં જે કોલમો લખવનો હોય છે. તે લખેલ નથી, ત્યારે આ મામલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય જંગ જામ્યો છે.

    કોંગી નેતાઓએ વાંધા અરજી રજુ કરી


    વિધાનસભા 2022ની ચૂંટણી માટે બિગુલ વાગી ચૂક્યું છે અને ચૂંટણી લડવા જઈ રહેલ તમામ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ચૂંટણીપંચ સમક્ષ રજુ કરી છે. ત્યારે મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયાએ રજુ કરેલ ઉમેદવારી ફોર્મને લઈ કોંગી નેતાઓએ ચૂંટણીપચં સમક્ષ વાંધા અરજી રજુ કરી છે. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દુર્લભજીભાઈ દ્વારા જે સોગંધનામુ રજુ કરવામાં આવ્યું છે. તેમાં અમુક કોલમો ખાલી મુકવામાં આવી છે. તે ગેરવ્યાજબી છે.

    આ પણ વાંચો: BCCI કરી શકે છે હાઈ લેવલની મીટિંગ, સિનિયરોનું પત્તુ કપાશે તો ધોનીની થશે વાપસી

    ફોર્મ રદ કરવા માટે કરાઈ માગ


    આ અંગે ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં પ્રશ્નનો જવાબ હમારી RO એન્ડ બુકના પહેલા 10 પેજમાં આપેલ છે. જેમાં સ્પષ્ટ છે કે, સોગંધનામુ રજુ કર્યું ન હોય, ભૂલોવાળું હોય કે ખોટું રજુ કરેલ હોય તેવી કોઈ આ ફોર્મ ગેર લાયકાત નથી. તેમજ એવું પણ નથી કે તેઓ દ્વારા કોઈ માહિતી છુપાડવામાં આવી હોય. ત્યારે આવી કોઈ પણ વિગત ફોર્મમાં ન જણાતા અમો દ્વારા ફોર્મનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

    કોંગ્રેસે દુર્લભજીભાઈ સામે વાંધો ઉપાડ્યો


    રાજ્યમાં ચૂંટણીને લઈને માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ દ્વારા એક બીજા પર વાકપ્રહારો કરવામાં આવી રહ્યા છે. જ્યારે ઘણી જગ્યાએ તો નેતાઓ દ્વારા વિરોધીઓ ઉમેદવારો પર ફોર્મમાં ખોટી માહિતી ભર્યોના પણ આક્ષેપો કરવામા આવી રહ્યા છે. સાથે સાથે તેમના ફોર્મ રદ કરવાના આવેદનપત્રો પણ આપવામાં આવી રહ્યા છે. કોંગ્રેસે દુર્લભજીભાઈ સામે વાંધો ઉપાડ્યો છે. અને ચૂંટણી પંચને કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સોગંધનામામાં જે કોલમો લખવનો હોય છે. તે લખેલ નથી, ત્યારે આ મામલે કોંગ્રેસ અને ભાજપ મામલે રાજકીય જંગ જામ્યો છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: BJP Candidate, Bjp gujarat, Gujarat Assembly Election 2022, Gujarat Elections

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन