Home /News /gujarat /Gujarat Election 2022: PM મોદીનાં માતા હીરાબાની એક ઝલક માટે રાહ જોઈ રહી દીકરી, જોતાં જ ચરણસ્પર્શ કરી લીધા

Gujarat Election 2022: PM મોદીનાં માતા હીરાબાની એક ઝલક માટે રાહ જોઈ રહી દીકરી, જોતાં જ ચરણસ્પર્શ કરી લીધા

હીરાબાના ચરણસ્પર્શ કરતી આરાધ્યા

Gujarat Assembly Elections 2022 Phase 2 Voting Live Updates:રાયસણના આ મતદાન બુથ પર અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક નાનકડી બાળાએ આવીને હીરાબાના ચરણસ્પર્શ કરીને તેમના આર્શીવાદ લીધા હતા. આ બાળાનું નામ આરાધ્યા છે.

  PM Modi Mother Hiraba: પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણમાં મતદાન કર્યું હતું. શતાયુ વટાવી ગયા હોવા છતાં હીરાબા બુથ સુધી પહોંચ્યા હતા અને લોકશાહીના પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો.

  હીરાબાના ચરણસ્પર્શ કરીને આર્શીવાદ લીધા

  રાયસણના આ મતદાન બુથ પર અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક નાનકડી બાળાએ આવીને હીરાબાના ચરણસ્પર્શ કરીને તેમના આર્શીવાદ લીધા હતા. આ બાળાનું નામ આરાધ્યા છે.

  મહેસાણાનો એક પરિવાર સવારથી રાયસણમાં મતદાન કરવા માટે આવી પહોચ્યો હતો. ત્યારે તેમની સાથે તેમની દીકરી આરાધ્યા પણ હતી. પરિવારની દીકરી આરાધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પરિવાર વહેલી સવારે આઠ વાગ્યાથી હીરાબા મતદાન માટે આવે અને તેમની એક ઝલક જોવા મળે તે માટે રાહ જોઈ રહ્યો હતો.

  આ પણ વાંચો: PM મોદીએ ફરી બતાવી સાદગી! ચાલીને પહોંચ્યા બૂથ, કતારમાં ઊભા રહી કર્યું મતદાન, લોકોનો આભાર માન્યો

  આ પણ વાંચો: આણંદ: પથારીવશ વૃદ્ધા એમ્બ્યુલન્સમાં મતદાન કરવા પહોંચ્યા, બીમાર હોવા છતાં કર્યું મતદાન

  બ્રેઇન હેમરેજનાં ઓપરેશન બાદ મતદાન

  આણંદમાં હોસ્પિટલમાંથી દર્દીએ સીધા મતદાન કેન્દ્રમાં આવી મતદાન કર્યું આણંદની અંબાલાલ બાલશાળા ખાતે મતદાન કર્યું બ્રેઇન હેમરેજનાં ઓપરેશન બાદ 48 કલાકમાં મતદાન કર્યું હતું. તેઓને એમ્બ્યુલન્સમાંથી સીધા મતદાન કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા.

  ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમ્યાન આજે અનોખા દ્રશ્યો સામે આવ્યા છે. મત આપવાનો અધિકાર એ નાગરિક તરીકે આપણે તમામે ભોગવવો જ જોઈએ એ સમજાવતા આજે આણંદમાં મતનું મૂલ્ય સમજાવતા દ્રશ્યો સામે આવ્યા છે.

  " isDesktop="true" id="1295072" >

  એક અનોખી ઘટનાએ લોકતંત્રની તસવીર સામે રાખી દીધી છે. એક વયોવૃદ્ધ પથારીવશ વૃદ્ધાએ મતદાનમાં ઉસ્તાહ દાખવ્યો છે. જેને લઈ એમ્બ્યુલન્સ સાથે મહિલા મતદાર મતદાન મથક પર પહોંચ્યા હતા. જ્યાં બીમાર અને પથારીવશ હોવા છતાં મતદાન મથક પહોંચી મતદાન કર્યું છે.
  Published by:Mayur Solanki
  First published:

  विज्ञापन
  विज्ञापन