Home /News /gujarat /Gujarat Election 2022: તમારા એક મતમાં ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય...PM મોદી-શાહે જુઓ શું કરી અપીલ

Gujarat Election 2022: તમારા એક મતમાં ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય...PM મોદી-શાહે જુઓ શું કરી અપીલ

પીએમ મોદી અને અમિત શાહની ફાઇલ તસવીર

Gujarat Assembly Elections 2022 Phase 2 Voting Live Updates: ગુજરાતમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. ત્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને જુઓ શું કરી અપીલ

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    ગુજરાતમાં આજે બીજા અને અંતિમ તબક્કાનું  મતદાન શરૂ થઈ ગયું છે. ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર એટલે કે કુલ 182 બેઠકોમાંથી 51 ટકા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

    મતદાન માટે આટલું સાથે રાખજો
    આજે મતદાન કરવ જતાં પહેલા ફોટો ઓળખકાર્ડ-EPIC, આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ પાસબુક, હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન ડોક્યુમેંટ, સર્વિસ id વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી કોઈ ડૉક્યુમેન્ટ સાથે રાખવું પડશે. નહીં તો મત નહીં આપી શકાય.

    ત્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે યુવાનો અને નાગરિકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

    કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની ટ્વિટ 

    આજે અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ''ગુજરાતમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. આ તબક્કાના તમામ મતદારોને, ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી સરકારને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા વિક્રમજનક સંખ્યામાં મતદાન કરીએ. તમારા એક મતમાં ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય સમાયેલું છે.''





    PM મોદીની અપીલ 











    તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે, ''ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું. હું સવારે 9 વાગ્યે અમદાવાદમાં મારો મત આપીશ.''



















    પ્રથમ તબક્કામાં થયેલું મતદાન

    ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજોયું હતું. મતદાનના બીજા દિવસે ચૂંટણી પંચ તરફથી મતદાનના અધિકૃત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.24 ટકા નોંધાયું છે. બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે. સત્તાવાર આંકડા પ્રમાણે આદિવાસી વસ્તી ધરાવતા 5 જિલ્લામાં 65 ટકાથી વધુ મતદાન થયું છે.



    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
    " isDesktop="true" id="1294867" >

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: 2022 Assembly elections, Gujarat Elections, ગુજરાત ચૂંટણી, ગુજરાત ચૂંટણી 2022

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन