Home /News /gujarat /ફાટેલાં કપડાં અને તેલનું કેન સાથે મતદાન! કોંગ્રેસી નેતાએ નોંધાવ્યો મોંઘવારી અને પેપરલીક ઘટનાનો વિરોધ
ફાટેલાં કપડાં અને તેલનું કેન સાથે મતદાન! કોંગ્રેસી નેતાએ નોંધાવ્યો મોંઘવારી અને પેપરલીક ઘટનાનો વિરોધ
અમિત નાયનો અનોખો વિરોધ
Gujarat Assembly Elections 2022 Amit Nayak Protest:કોંગ્રેસના પ્રવક્તા ડોકટર અમિત નાયકે પ્રતિકાત્મક વિરોધ કરીને મતદાન કર્યું હતું. ડો. અમિત નાયકે ફાટેલાં કપડાં અને તેલનું કેન સાથે રાખી વિરોધ નોંધાવી મતદાન કર્યું.
અમદાવાદમાં આજે કોંગ્રેસના પ્રવક્તા ડોકટર અમિત નાયકે પ્રતિકાત્મક વિરોધ કરીને મતદાન કર્યું હતું. ડો. અમિત નાયકે ફાટેલાં કપડાં અને તેલનું કેન સાથે રાખી વિરોધ નોંધાવી મતદાન કર્યું. મોંઘવારી, પેપરલીક ઘટનાના વિરોધ સાથે કોંગ્રેસ પ્રવકતાએ વિરોધ નોંધાવી કોંગ્રસના કાર્યકરો સાથે મતદાન કર્યુ હતું અને આ રીતે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસના જગદીશ ઠાકોરે શું કહ્યું?
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હાલ બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ અમદાવાદમાં મતદાન કર્યું છે. મતદાન બાદ તેમણે રોડ શો અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યુ કે, 'આ કેવું ચૂંટણી પંચ છે આ કેવી વ્યવસ્થા છે. જેની પર સવાલો થાય છે. જ્યાં ભાજપ ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છે.'
ગંભીર આક્ષેપ લગાવ્યા
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે અમદાવાદનાં નરોડા ખાતે મતદાન કર્યું છે. જે બાદ મીડિયા સાથેની વાતચીતમાં જગદીશ ઠાકોર ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યુ કે, મતદાન થવું જ જોઇએ. મતદારોનો હક છે તે શાસકોને પાઠ ભણાવીને મનગમતી પાર્ટીને પસંદ કરી શકે છે. આ સાથે તેમણે અનેક પ્રહાર કરતા જણાવ્યુ કે, મતદાર સારું થઇ રહ્યું છે પરંતુ તમામ જગ્યાએ મતદાનની સ્પીડ સરખી હોવી જોઇએ. કોંગ્રેસનાં બૂથો છે ત્યાં મશીન ધીમા ચાલે, મતદાનની સ્પીડ ધીમી ચાલે. બીજાના બૂથો છે ત્યાં મશીન બરાબર ચાલે. આ કેવું ચૂંટણી પંચ છે આ કેવી વ્યવસ્થા છે. જેની પર સવાલો થાય છે. જ્યાં ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 9 વાગ્ય આસપાસ અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું.
" isDesktop="true" id="1295016" >
પહેલા તબક્કાના મતદાનની ટકાવારી
ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજોયું હતું. મતદાનના બીજા દિવસે ચૂંટણી પંચ તરફથી મતદાનના અધિકૃત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.24 ટકા નોંધાયું છે. બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે. સત્તાવાર આંકડા પ્રમાણે આદિવાસી વસ્તી ધરાવતા 5 જિલ્લામાં 65 ટકાથી વધુ મતદાન થયું છે.