આણંદ: આણંદના કેશવપુરા મતદાન મથક પાસે બબાલ થઈ હતી. મતદાન સમયે ભાજપ અને કોંગ્રસના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી છે. સાથે જ બબાલ વધે નહીં તે માટે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે અને સમગ્ર પરિસ્થિતિને પર કાબૂ મેળવવામાં આવ્યો છે.
આણંદ જિલ્લાની આંકલાવ બેઠક પર વિવાદ સામે આવ્યો છે. પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આંકલાવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છે. આંકલાવ બેઠકના કેશવપુરા વિસ્તારમાં કોંગ્રેસ અને ભાજપના આંકલાવના ઉમેદવાર ગુલાબસિંહ પઢીયારના કાર્યકરો વચ્ચે વિવાદ થયો હતો. આ મામલે ભાજપના ઉમેદવાર ગુલાબસિંહ પઢીયારે આણંદના ડીએસપીને ટેલિફોનિક જાણ કરી હતી. જે બાદ આણંદ ડીએસપી ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
બીજા તબક્કાની ચૂંટણીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 34.74% જેટલું મતદાન થયું છે. સૌથી વધુ છોટા ઉદેપુરમાં 38.15 ટક, બનાસકાંઠામાં 37.70 ટકા, સાબરકાંઠામાં 39.72 ટકા, અરવલ્લીમાં 37.08 ટકા, આણંદમાં 37.27 ટકા મતદાન નોંધાયું છે.
ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજોયું હતું. મતદાનના બીજા દિવસે ચૂંટણી પંચ તરફથી મતદાનના અધિકૃત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.24 ટકા નોંધાયું છે. બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે. સત્તાવાર આંકડા પ્રમાણે આદિવાસી વસ્તી ધરાવતા 5 જિલ્લામાં 65 ટકાથી વધુ મતદાન થયું છે.
ગુજરાતમાં કુલ મતદારો કેટલા?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
2017ના ચૂંટણી પરિણામ પર એક નજર
ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર