Home /News /gujarat /બનાસકાંઠા: વર-કન્યા લગ્નના સાત ફેરા ફરી મતદાન કરવા પહોંચ્યા

બનાસકાંઠા: વર-કન્યા લગ્નના સાત ફેરા ફરી મતદાન કરવા પહોંચ્યા

વર કન્યા લગ્નના સાત ફેરા ફરીને મતદાન કરવા પહોંચ્યા હતા.

Gujarat Election 2022 phase 2 voting: દિયોદર તાલુકાના જાડા ગામે મતદાનનો અવસર ઉજવવા માટે વર કન્યા લગ્નના સાત ફેરાફરી કુળદેવીના દર્શન કરી જાડા ગામે મતદાન મથકે પહોંચ્યા

  • News18 Gujarati
  • Last Updated :
  • Banas Kantha, India
    બનાસકાંઠા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે મતદારો પણ ઉત્સાહપૂર્વક મતદાન કરતાં જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર બેઠક પર શાંતિ પૂર્ણ મહોલમાં મતદાન થઇ રહ્યું છે, જેમાં જેમાં દિયોદર તાલુકાના જાડા ગામે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં વર કન્યા લગ્નના સાત ફેરા ફરીને મતદાન કરવા પહોંચ્યા હતા.

    વર અને કન્યાએ લોકોને કરી અપીલ

    દિયોદર તાલુકાના જાડા ગામે મતદાનનો અવસર ઉજવવા માટે વર કન્યા લગ્નના સાત ફેરાફરી કુળદેવીના દર્શન કરી જાડા ગામે મતદાન મથકે પહોંચ્યા હતા. જેમાં વરે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. જેમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન કર્યા બાદ વર અને કન્યાએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, મતદાન આપણો અધિકાર છે અને આ અવસર પર અમે પણ અમારો અધિકાર હોવાથી મતદાન કર્યું છે. આજનો દિવસ અમારા માટે ખાસ છે. દરેક લોકોએ અવશ્ય મતદાન કરવું જોઈએ.

    આ પણ વાંચો: પંચમહાલમાં ગાડીમાં તોડફોડનો વીડિયો વાયરલ

    પ્રથમ તબક્કામાં થયેલું મતદાન

    ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજોયું હતું. મતદાનના બીજા દિવસે ચૂંટણી પંચ તરફથી મતદાનના અધિકૃત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.24 ટકા નોંધાયું છે. બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે. સત્તાવાર આંકડા પ્રમાણે આદિવાસી વસ્તી ધરાવતા 5 જિલ્લામાં 65 ટકાથી વધુ મતદાન થયું છે.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन